• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

કચ્છના ખેલાડીની એશિયન યૂથ હેન્ડબોલ ટૂર્ના.ની ભારતીય ટીમમાં પસંદગી

ભુજ, તા. 21 : માંડવી તાલુકાના ભારાપર (દુર્ગાપર) ગામના વતની અને ઊભરતા હેન્ડબોલ ખેલાડી આશાણી કેયૂર હરજીભાઈની 11મી એશિયન યૂથ હેન્ડબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થઈ છે. કેયૂરે અભ્યાસ માતુશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલય ભુજ ખાતે કર્યો હતો. કચ્છી લેવા પટેલ સમાજ કુમાર વિદ્યાધામમાં રહીને 4 વર્ષ સુધી હેન્ડબોલ કોચ જેતાભાઈ રબારી પાસે તાલીમ મેળવી હતી. બે વખત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ રમી ચૂક્યો છે. વર્ષ 2024-25માં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મહેસાણા સ્થિત સ્ટેટ હેન્ડબોલ એકેડેમીમાં તેની પસંદગી કરાઈ હતી. હેન્ડબોલ એસોસીએશન ઈન્ડિયાના સત્તાવાર પત્ર અનુસાર કેયૂર 31 ઓગસ્ટ-26 સુધી અમ્માન (જોર્ડન) ખાતે આયોજિત 11મી એશિયન મેન્સ યૂથ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ વતી પસંદ થયો છે. તેણે 25 જુલાઈથી 18 ઓગસ્ટ 2026 સુધી લખનઉ ખાતે આયોજિત ટીમના વિશેષ રેસિડેન્શિયલ તાલીમ અને પ્રિપેરેશન કેમ્પમાં તૈયારીઓ કરી હતી. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ ભુજના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, કચ્છી લેવા પટેલ યુવકસંઘ ભુજની ત્રણેય પાંખના ટ્રસ્ટીઓ, સંસ્થાના રમતગમતના સંચાલક ટ્રસ્ટી રામજીભાઈ સેંઘાણી માતુશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના સંચાલક ટ્રસ્ટી વિનોદભાઈ પિંડોરિયા તથા પ્રિન્સિપાલ કોમલબેન ઠક્કર, કુમાર વિદ્યાધામના વ્યવસ્થાપક ભરતભાઈ જોશી, શાળાના વ્યાયામ શિક્ષક સચિનભાઈ વાગડિયાએ તેને બિરદાવ્યો હતો.

Panchang

dd