• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

આજથી ઓસ્ટ્રેલિયા-બાંગલાદેશ વચ્ચેની બીજી ટેસ્ટનો પ્રારંભ

મૈકે, તા. 21 : બાંગલાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ અહીં શનિવારથી શરૂ થઇ રહી છે, ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ પરની ટોચની ટીમ ઓસ્ટ્રેલિયા પર મેચ જીતી શ્રેણી 1-1થી ડ્રો કરવાનું દબાણ રહેશે કારણ કે, બાંગલાદેશે પહેલી ટેસ્ટમાં મોટો ઉલટફેર કરીને નવ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. નઝમૂલ હસન શાંતોની ટીમની નજર હવે બીજી ટેસ્ટમાં પણ ચમત્કારિક પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલીવાર ટેસ્ટ શ્રેણી કબજે કરવા પર રહેશે. જો કે, આ પરાક્રમ કરવા માટે બાંગલાદેશ ટીમે તમામ મોરચે જબરદસ્ત દેખાવ કરવો પડશે. ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટની ઇલેવન જાહેર કરી દીધી છે, જેમાં સ્પિનર નાથન લિયોન ટકી રહ્યો છે. જ્યારે ત્રણ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં સામેલ થનારા મેટ રેનશો ઓપનિંગમાં ટ્રેવિસ હેડ સાથે આવશે. મૈકેના ગ્રેટ બેરિયર રીફ અરિનાની પિચ ઝડપી અને ઉછાળવાળી હશે તેવો સંકેત કયૂરેટર આપી ચૂકયા છે.

ઓસ્ટ્રેલિયા ઈલેવન: ટ્રેવિસ હેડ, મેટ રેનશો, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, કેમરન ગ્રીન, એલેકસ કેરી (વિકેટકીપર), બો વેબસ્ટર, પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેઝલવૂડ.

Panchang

dd