• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

ભુજમાં ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવારનું પ્રમાણપત્ર અંતે રદ

ભુજ, તા. 21 : ગત એપ્રિલ મહિનામાં યોજાયેલી ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં પાંચમાં વોર્ડમાં ભાજપ તરફથી ઓ.બી.સી. માટેની અનામત બેઠક પર પછાત જાતિનું પ્રમાણપત્ર લઈને ચૂંટણી લડેલા હિરેન રાઠોડનું પ્રમાણપત્ર ખોટું હોવાનું સાબિત થતાં ગાંધીનગરથી વિશ્લેષણ કમિટીએ પ્રમાણપત્ર રદ કરતાં સત્તાપક્ષમાં સોપો પડી ગયો હતો. આ અંગેની મળેલી માહિતીના આધારે કચ્છના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી હિતેન્દ્ર અમીધરનો સંપર્ક સાધતાં તેમણે પ્રમાણપત્ર રદ થયું હોવાને સમર્થન આપ્યું હતું. વિકસિત જાતિ કલ્યાણના નિયામકે કરેલા હુકમમાં જણાવ્યું હતું કે, હિરેન રમેશ રાઠોડે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીની જાતિના ન હોવા છતાં કારડિયા રાજપુત જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને ઓ.બી.સી.ની અનામત બેઠક પર ભુજ નગરપાલિકાની ચૂંટણી લડયા હતા. તેની સામે જિતેન નીતિન મકવાણાએ તેમને ગેરલાયક ઠેરવવાની અરજી કરતાં તેમણે આપેલા આધાર -પુરાવાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. શ્રી અમીધરે જણાવ્યું કે, ગાંધીનગર ખાતે નિયામકની સમિતિને એક પ્રકારે કોર્ટનો દરજ્જો હોવાથી આધાર-પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ પૂરતા પૂરાવા નહીં મળતા તેમને આપવામાં આવેલું પ્રમાણપત્ર રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Panchang

dd