• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

સ્મૃતિવનમાં ફોટોગ્રાફી દિવસ ઊજવાયો

ભુજ તા. 21 : વિશ્વ ફોટોગ્રાફી દિવસના ઉપલક્ષ્યમાં ભુજ સ્થિત સ્મૃતિવન મેમોરિયલ અને એચડીએફસી બેન્કના સંયુક્ત ઉપક્રમે `િરલાઈવ ધ રૂટ્સ 2.0' નામની વિશેષ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને પ્રકૃતિ અને આપણા વારસા સાથે ફરીથી જોડવાનો તથા કેમેરાના લેન્સ દ્વારા કુદરતી સૌંદર્યને માણવાનો હતો. સ્મૃતિવનના સન પોઈન્ટ તરફના રસ્તેથી આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. નિષ્ણાત ગાઈડની દોરવણી હેઠળ સહભાગીઓએ `ફોરેસ્ટ વોક'ની મજા માણી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ `મોબાઈલ ફોટોગ્રાફી વર્કશોપ' રહ્યો હતો. સ્માર્ટફોન યુગમાં મોબાઈલથી જ ઉત્તમ તસવીરો કેવી રીતે ક્લિક કરવી, લેન્ડસ્કેપ અને નેચર ફોટોગ્રાફીમાં ફ્રેમિંગ કેવી રીતે કરવું વગેરેની પ્રેક્ટિકલ તાલીમ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. સહભાગીઓએ ઉત્સાહ સાથે સ્મૃતિવનના અદભુત વારસા અને કુદરતી સૌંદર્યને કેમેરાના લેન્સમાં કેદ કરી પળોને યાદગાર બનાવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સ્મૃતિવન મ્યુઝિયમના ડાયરેક્ટર મનોજકુમાર પાંડેય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને સ્મૃતિવન અને એચડીએફસી બેન્ક તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. આ ઇવેન્ટમાં ભાગ લેનાર સહભાગીઓએ એકબીજા સાથે પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું.

Panchang

dd