ગાંધીધામ, તા. 21 : રાપરના ભીમાસર નજીક શનવાંઢ
પાસે દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી હતી. અહીંથી રૂા. 72,500નો આથો ઝડપી તેનો નાશ કરાયો
હતો તેમજ રૂા. 2700નો દેશી દારૂ જપ્ત કરાયો હતો.
પૂર્વ કચ્છમાં અનેક જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. તેવામાં ભીમાસર નજીક શનવાંઢ
પાસે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં રહેનાર શિવા મોહન કોળી (સાલાણી) નામનો શખ્સ દેશી
દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો હતો, ત્યારે
પોલીસ ત્રાટકી હતી અને આ શખ્સને પકડી પાડયો હતો. અહીંથી જુદા-જુદા કેરબા, ટાંકીઓમાંથી 2900 લિટર આથો
કિંમત રૂા. 72,500વાળો મળી આવ્યો હતો. જેનો નાશ
કરાયો હતો તેમજ દારૂની ભઠ્ઠીના સાધનોમાં તોડફોડ કરી તેનો પણ નાશ કરાયો હતો. આ જગ્યાએથી
રૂા. 2700નો 13.5 લિટર તૈયાર દેશી દારૂ જપ્ત
કરાયો હતો.