નવી દિલ્હી, તા. 21 : સરકારે સોશિયલ
મીડિયા ઉપર ભ્રામક સામગ્રીને લઈને ડિજીટલ સ્ટ્રાઈકની તૈયારી કરી લીધી છે. માર્ચથી જુલાઈ
2026 વચ્ચે સરકારે વિવિધ વિભાગો
માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લગભગ 2.98 લાખ યૂઆરએલ હટાવવા માટે મોકલ્યા છે. જેમાંથી 82 ટકા અનુરોધ રાજ્યો તરફથી આવ્યા
છે, જ્યારે ભારતીય સાઈબર અપરાધ સમન્વય કેન્દ્ર
(આઈ4સી)એ 51 હજાર યૂઆરએલ મોકલ્યા છે. આઈ4સીના અનુરોધ મુખ્ય રૂપથી સાઈબર સ્કેમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત છેતરપિંડી અને સ્ટોક
ઈન્વેસ્ટમેન્ટ સ્કેમથી સંબંધિત હતા. આઈ4સીએ છેલ્લા બે વર્ષમાં મોટાભાગે ગેરકાનૂની સામગ્રીને આર્થિક
છેતરપિંડી, સીએસએએમ (ચાઈલ્ડ સેક્શુઅલ
અબ્યૂઝ મટિરિયલ) અને મહિલાઓ સંબંધિત અપરાધથી જોડયા છે. પીઆઈબી ફેક્ટ ચેકે મેટા અંગે
અમુક રિપોર્ટસને ભ્રામક ગણાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, મેટાએ સરકારની ત્રણ કલાકની ટેકડાઉન
સમયસીમા પુરી કરવા સ્વચાલિત સિસ્ટમ અપનાવી છે. યુનિટે સ્પષ્ટ કર્યું હતું કે મેટા સાથે
એપીઆઈ ઈન્ટીગ્રેશન 2025માં મેટાના
અનુરોધ ઉપર થયું હતું. સરકારે ફેબ્રુઆરી મહિનામાં આઈટી ઈન્ટરમીડિયીઝ રુલ્સ 2021માં સંશોધન કરીને ગેરકાનૂની
સામગ્રી હટાવવાનો સમય 36 કલાકથી ઘટાડીને
ત્રણ કલાક કર્યો હતો.