• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

સેલારી લાંચ પ્રકરણે મહિલા તલાટી જામીનમુક્ત કરાયા

ગાંધીધામ, તા. 21 : રાપરના સેલારી ગ્રામ પંચાયત ખાતે લાંચ લેવાના પ્રકરણમાં મહિલા તલાટીના જામીન મંજૂર કરાયા હતા. સેલારી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નોંધ પડાવવા, વેરા ભરવા વગેરે કામગીરી પેટે ગેરકાયદે રૂપિયાની માંગ કરી સ્વીકાર કરતા હોવાની ફરિયાદના આધારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું, જેમાં ડીકોયર પાસેથી પ્લોટમાં પત્નીનો હયાતીમાં હક્ક દાખલ કરવાની નોંધ પાડવાની અંગ્રેજીમાં હેતુલક્ષી વાત કરી રૂા. 1000ની માંગ કરી સ્વીકારી હતી. એ.સી.બી.એ તલાટી મંત્રી અલ્પાબેન રમેશ પટેલની અટક કરી હતી અને તેમની સામે ગુનો નોંધ્યો હતો. મહિલા તલાટીએ ભચાઉની કોર્ટમાં જામીન પર મુક્ત થવા અરજી કરી હતી, જેમાં બન્ને પક્ષની દલીલો બાદ ન્યાયાધિશે મહિલાને જામીન પર મુક્ત કર્યા હતા. આ તલાટી મંત્રી વતી ધારાશાત્રી હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, કલ્પેશ એન. વાણિયા, હરપાલસિંહ કે. જાડેજા હાજર રહ્યા હતા.

Panchang

dd