લિસ્બન, તા. 12 : ફૂટબોલની દુનિયાના સૌથી મોટા
સિતારા ગણાતા પોર્ટૂગલના 41 વર્ષીય ખેલાડી
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આખરે લગ્નના બંધનમાં બંધાયો છે. તેણે લાંબા સમયની ત્રી મિત્ર
જોર્જિના રોડ્રિગેજને જીવનસાથી બનાવી છે. બન્નેએ 11 ઓગસ્ટે પોર્ટૂગલના કાસ્કાઇસ ખાતે એક અત્યંત ગુપ્ત સમારંભમાં
સિવિલ મેરેજ કર્યા છે. ખાસ વાત એ રહી હતી કે આ પ્રસંગે રોનાલ્ડોના પાંચેય સંતાન હાજર
રહ્યા હતા. રોનાલ્ડોએ બાદમાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. રોનાલ્ડો
અને જોર્જિનાને બે સંતાન છે. આ ઉપરાંત રોનાલ્ડોના ત્રણ સંતાન છે. જેમાં સૌથી મોટો ક્રિસ્ટીયાનો
જૂનિયર છે. જેની માતાનું નામ કયારે પણ જાહેર થયું નથી. જ્યારે બે જોડિયા બાળક સરોગેસી
દ્વારા છે.