ડાર્વિન, તા. 12 : પ્રવાસી ટીમ બાંગલાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બે ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ 13 ઓગસ્ટ-ગુરૂવારથી શરૂ થશે. આ શ્રેણીમાં બાંગલાદેશ ટીમ જો 0-2ની કલીનસ્વીપ ટાળી શકશે તો તેની મોટી સફળતા ગણાશે તેવું કહેવાય છે. પેટ કમિન્સની મજબૂત ટીમ સામે બાંગલાદેશનો એસિડ ટેસ્ટ નિશ્ચિત છે. પ્રથમ ટેસ્ટની ઓસ્ટ્રેલિયાની ઇલેવન જાહેર થઇ છે. જેમાંથી ખતરનાક ઝડપી બોલર સ્કોટ બોલેંડ અને વિકેટકીપર- બેટર જોસ ઇંગ્લીશની બાદબાકી થઇ છે. બે ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન અને બ્યૂ વેબસ્ટરને જગ્યા મળી છે. જેક વેદરાલ્ડ અને ટ્રેવિસ હેડ ઓપનિંગ કરશે. માર્નસ લાબુશેન અને સ્ટીવન સ્પિથ મીડલ ઓર્ડરમાં હશે. બાંગલાદેશની ઇલેવન જાહેર થઇ નથી. ટીમના કપ્તાન નઝમૂલ શાંતોએ કહ્યું છે કે મેચની સવારે પિચ નિરીક્ષણ બાદ અંતિમ 11 ખેલાડી પસંદ થશે. ઓસ્ટ્રેલિયા ઇલેવન : જેક વેદરાલ્ડ, ટ્રેવિસ હેડ, માનર્સ લાબુશેન, સ્ટીવન સ્મિથ, કેમરૂન ગ્રીન, એલેકસ કેરી (વિકેટ કીપર), બ્યૂ વેબસ્ટર, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડ.