• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

સેલારી ગ્રામ પંચાયતના તલાટી 1 હજારની લાંચ લેતા ઝડપાયા

ગાંધીધામ, તા. 12 : રાપર તાલુકાના સેલારી જુથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ને પૂર્વ કચ્છ એ.સી.બી પોલીસ ટીમે રોકડા રૂા. 1 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા  હતા. ગ્રામ પંચાયતના તલાટી તરીકે ફરજ બજાવતા આરોપી અલ્પાબેન રમેશભાઈ પટેલ સરકારી કામમાં જેવા કે નોંધ પાડવા,વેરા ભરવા વિગેરે કામગીરી પેટે રૂા.200 થી 5000  માંગણી કરીને સ્વીકારે છે.તેવી પૂવ બાતમી આધારે એ.સી.બી. છટકુ ગોઠવ્યુ હતું. જાગૃત નાગરીક પાસેથી હકક દાખલ કરવાની નોંધ પાડવાની અવેજીમાં આરોપી ધ્વારા લાંચ પેટે રૂા. 1 હજાર માંગણી કરી હતી. ડિકોયર સાથે ગયેલા જાગૃત નાગરીક પાસેથી આ સરકારી અધિકારીએ રૂા. 1 હજારની લાંચ લેતા ઝપડાયા હતા. એસીબી પોલીસ ટીમે આરોપી અલ્પાબેનની ધરપકડ કરી તેની પાસેથી લાંચ પેટે સ્વીકારેલા નાંણા હસ્તગત લેવાયા હતા.ટેપીંગ ઓફિસર તરીકે પૂર્વ કચ્છ એસસીબી પીઆઈ જે.બી.ચૌધરી રહયા હતા. નોંધપાત્ર છે કે થોડા દિવસો અગાઉ ભુજ માલમતદાર કચેરીનો તલાટી પણ લાંચ લેતો ઝડપાયો હતો.તેવામાં એસીબી પોલીસની લાંચિયા કર્મચારીઓ સામે વધુ કાર્યવાહીથી ટેલબ નીચે વ્યવહાર લેવાની વૃતિ ધરાવતામાં ભયનો માહોલ ફેલાયો હતો.

Panchang

dd