નખત્રાણા, તા. 12 : એક વોટ્સએપ ગ્રુપમાં બ્રાહ્મણ
સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજ વિશેના અભદ્ર લખાણના મુદે આરોપીના નામ સાથેની અગ્રણીઓએ
ફરિયાદ અરજી પોલીસેને આપી હતી. આ ફરિયાદ અરજી આપવા નખત્રાણા સમાજના અગ્રણીઓ પ્રકાશભાઈ
જોશી, અનિલભાઈ રાજગોર, સુભાષભાઈ
જોશી, હિરેશભાઈ ભટ્ટ, મિતેશભાઈ સોનપાર,
રાજુ જોશી, વિપુલભાઈ ગોર, ભાવિનભાઈ રાજગોર તમામ આગેવાનો નખત્રાણા પોલીસ સ્ટેશન તેમજ નિરોણા પોલીસ સ્ટેશન
જઈ અરજી આપી હતી.