ગાંધીધામ,તા.12: ભચાઉ તાલુકાના મનફરામાં શિક્ષક
જોષી દિવ્યેશ ડીંકરરાય(ઉ.વ.39)એ અગમ્ય કારણોસર ગળેફાંસો જીવન ટુંકાવ્યુ હતું. આ
ઉપરાંત ગાંધીધામમાં પણ અર્જુન રમેશ રાજપુત(ઉ.વ.22)એ પણ ગળેફાંસો ખાઈની જીંદગીનો અંત આણ્યો હતો. કડોલ સરકારી માધ્યમિક
શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જોષી દિવ્યેશ નામના યુવાને ગત તા.11/8 ના સવારે 9.30 પહેલા કોઈ પણ સમયે શાંતિનિકેતન
સ્થિત તેમના મકાન નં.201માં ગળેફાંસો
ખાદ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ દુષ્યંત જોષી એ પોલીસ સમક્ષ લખાવેલી નોંધને ટાંકીને
પોલીસે જણાવ્યુ હતુ કે મૃતકનો ધર કંકાસ રહેતો હતો. પત્ની નેહાબેન બે વર્ષ પહેલા પોલીસ
કેસ કર્યો હતે.ત્યારબાદ બંને જણ સાથે રહેતા હતા. તેમજ આજથી છ માસ પહેલા ઘર કંકાસ થતા
મૃતકના સાળા ભાવિનભાઈ જોષી નેહાબેનને પિયર લઈ ગયા હતા. ત્યારબાદ મૃતક એકલા રહેતા હતા.ધર
કંકાસના કારણે મૃતકે આ પ્રકારનુ પગલુ લીધુ હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ
ધરી છે. અકસ્માત મૃત્યુનો વધુ એક બનાવ ગાંધીધામના ઈન્દીરા નગરમાં ગત તા.11/ ના 12.30 વાગ્યાના
અરસામાં બન્યો હતો.અર્જુન નામના યુવાને પોતાના ઘરમાં ગળેફાંસો ખાદ્યો હતો. ધરકંકાસ
લઈને તેમણે આ પ્રકારનુ અંતિમ પગલુ ભરી લીધુ હોવાનુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક નોંધાયેલી
નોંધમાં જણાવવામાં આવ્યુ હતું. બનાવ પાછળનુ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી
છે.