મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 12 : તાલુકાના
તરા ગામે યુવાનોના જ્ઞાન, શિક્ષણ અને
સર્વાંગી વિકાસને વેગ આપવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા લાયબ્રેરી હોલનું ખાતમુહૂર્ત
કરયું હતું. આ પ્રસંગે માહિતી આપતાં મનીષભાઈ મહેશ્વરી (નખત્રાણા તાલુકા પંચાયત દંડક)એ
જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન
દરેક યુવાન માટે ખૂબ જ જરૂરી છે. તરા ગામ ખાતે આકાર પામનારો આ નવો લાયબ્રેરી હોલ ગામ
અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ તેમજ યુવાનો માટે જ્ઞાનનું એક ઉત્તમ કેન્દ્ર બની
રહેશે. ગામના સરપંચ બટુકાસિંહ જાડેજાએ કહ્યું હતું કે, લાયબ્રેરી
એટલે જ્ઞાનનો મહાસાગર, જેમાં શિક્ષણરૂપી તરસ બૂઝાય અને નિયમિત
વાંચન માટે યુવાધન, વિદ્યાર્થીઓ ઉપરાંત આમ જનતાને જ્ઞાન મળશે.
આ પ્રસંગે સામતભાઈ મહેશ્વરી, લાલજીભાઈ મહેશ્વરી, હિતેશભાઈ મહેશ્વરી, મંગલભાઈ કટુઆ, દિનેશભાઈ મહેશ્વરી સહિત ગામના અગ્રણીઓ, યુવાનો અને ગ્રામજનો
ઉપસ્થિત રહ્યા હતા. કુંવરબેન પ્રકાશભાઈ મહેશ્વરી લાયબ્રેરીની બુક બેન્ક માટે સહયોગી
રહેશે.