અંજાર,તા.12:શહેરના બસ સ્ટેશન પાસે આવેલા
પાલિકાના જર્જરીત કોમ્પ્લેક્ષ થી લોકોની જાન નુ માલનુ જોખમ હોવાનુ જણાવી વિપક્ષે તંત્રની
કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતના પ્રમુખ વી.કે.હુંબલે ગંભીર
આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે મામલતદાર કચેરી
પાસે નગરપાલિકાનુ કોમ્પ્લેક્ષ આવેલો છે.જેમાં
30 થી 40 ઓફિસો પૈકી મોટાભાગની નોટરી અને ધારાશાત્રીઓની છે. આ ઈમારત
છેલ્લા લાંબા સમયથી જર્જરીત હાલતમાં છે. તાજેતરમાં જ એક ધારાશાત્રીની કચેરીમાં છત ઉપર
થી પોપડા પડયા હતા.જેના કારણે લેપટોપ અને કોમ્પ્યુટરને
નુકશાન થયુ હતું. અચાનક છતનો કેટલોક ભાગ પડી જવાથી 30 થી 40 હજારનુ નુકશાન
થયુ હતું. તેમજ ધારાશાત્રીને ઈજા પણ પહોંચી હતી.દિવસભર અહીં અનેક લોકો અવર જવર કરે છે. અહીં વારંવાર જુદી-જુદી
જગ્યાએ છતમાંથ કાટમાળ પડે છે. ખખડધજ ઈમારતના
સમારકામ મુદે સ્થાનિકો ધ્વારા અગાઉ સંબંધિતો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.અલબત પાલિકા
તંત્ર ધ્વારા આ અંગે ગંભીરતા દાખવામાં આવતી નથી. જોખમી ઈમારત અંગે પાલિકા જાણતી હોવા
છતાં ઈમારતનુ સમારકામ સહિતની દિશામાં નોંધપાત્ર
પ્રયાસ હાથ ધરાતા નથી. આગામી દિવસોમાં અહી કોઈ દુધર્ટના સર્જાશે તો પાલિકાના મુખ્ય
અધિકારી, તેમજ પ્રમુખની રહેશે. વધુમાં તેમણે જિલ્લા કલેકટર
ધ્વારા આ અંગે યોગ્ય તપાસ યોગ્ય કરવા તેમણે માંગ કરી હતી. વધુમાં ઈમારતમાં આવેલા શૌચાલયો
ગંદકીથી ખદબદતા હોવાના રાવ પણ આ પત્રમાં કરી હતી.