• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

હાય રે મોંઘવારી; છૂટક 4.45 ટકા

નવી દિલ્હી, તા. 12 : માથાના દુ:ખાવા સમાન મારકણી મોંઘવારીની માર વધુ એકવાર સામાન્ય માણસને પડી છે. ડુંગળી-બટેટા જેવી ખાવા-પીવાની ચીજો મોંઘી થતાં સતત સાતમા મહિને છૂટક મોંઘવારી વધી છે. છૂટક મોંઘવારી જુલાઇમાં 4.45 ટકા સાથે સળંગ બીજીવાર ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ચાર ટકાનાં લક્ષ્યથી ઉપર રહી છે. કેન્દ્ર સરકારે બુધવારે જારી કરેલા આંકડા અનુસાર ખાવા-પીવાની ચીજોની મોંઘવારી જૂનમાં 5.32 સામે જુલાઇમાં વધીને 5.52 ટકા થઇ ગઇ હતી. જુલાઇ 2025માં કોઇ વસ્તુ 100 રૂપિયામાં ખરીદી હશે એ જ ચીજની ખરીદી કરવા માટે આજે 104.45 રૂપિયા ખર્ચ કરવા પડશે. ડુંગળીની છૂટક મોંઘવારી જૂનમાં 4.73 ટકાથી મોટી છલાંગ મારીને 22.54 ટકા પર પહોંચી ગઇ છે. બીજીતરફ, આદુંની છૂટક મોંઘવારીએ વિક્રમ તોડયો છે. જૂનના 50.41 ટકામાંથી ઊછળીને 83.62 ટકા પર પહોંચી ગઇ છે. લસણનો છૂટક મોંઘવારી દર જૂનના 17.93 ટકામાંથી વધીને 35.36 ટકા થઇ ગયો છે. જો કે, બટેટાના ભાવ વીતેલાં વર્ષની તુલનાએ 16.56 ટકા ઘટયા છે. એ જ રીતે ભીંડાના ભાવમાં 5.52 ટકાનો ઘટાડો આવ્યો છે. ટમેટા અને વટાણા પણ સસ્તા થયા છે.

Panchang

dd