ગ્લાસગો, તા. 2 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં
ભારતનું અભિયાન 13 સુવર્ણ ચંદ્રક
સહિત કુલ 39 ચંદ્રક સાથે સમાપ્ત થયું છે.
કોમનવેલ્થ ગેમ્સના અંતિમ અને 11મા દિવસે
ભારતની ચંદ્રકની સંખ્યા 40 ઉપર પહોંચશે
તેવી આશા હતી, પણ ભારતની જોળીમાં આજે
એક પણ ચંદ્રક આવ્યો ન હતો. દરમ્યાન,
ગઈકાલે મોડીરાત્રે વધુ એક ભારતીય મુક્કેબાજ અંકુશ પંઘાલે પુરુષ 80 કિ.ગ્રા. વર્ગમાં ઈંગ્લેન્ડના
ડિમેજી શિટ્ટુને 4-1થી હરાવીને
ગોલ્ડમેડલ જીત્યો હતો. અંકુશથી પહેલાં સચિન સિવાચ,
જેસ્મિન લંબોરિયા, પ્રીતિ પવાર, સાક્ષી ચૌધરી, અરુંધતિ ચૌધરી અને પ્રિયા સાંગવાને સુવર્ણચંદ્રક
જીત્યા હતા. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મુક્કાબાજોએ ઐતિહાસિક પ્રદર્શન કરીને
7 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીત્યા હતા. આથી ભારત 13 ગોલ્ડ, 17 સિલ્વર અને
9 બ્રોન્ઝ મેડલ સાથે ચોથા ક્રમે રહ્યંy હતું.
ઓસ્ટ્રેલિયા સંપૂર્ણ દબદબા સાથે ટોચ પર રહ્યંy હતું. તેના ખાતામાં 69 ગોલ્ડ, 43 સિલ્વર અને
પપ બ્રોન્ઝ મેડલ સહિત કુલ 167 મેડલ રહ્યા
હતા. બીજા નંબર પર ઈંગ્લેન્ડ રહ્યું હતું.
તેણે 29 ગોલ્ડ, 44 સિલ્વર, 36 બ્રોન્ઝ સહિત
109 મેડલ કબજે કર્યા હતા. કેનેડાએ
જોરદાર દેખાવ કરી મેડલ ટેલીમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. તેની ચંદ્રક સંખ્યા
19-20-23 મળી 62 રહી હતી. આજે અંતિમ દિવસે જૂડોમાં
રેપચેઝ રાઉન્ડમાં ઇશરૂપ નારંગ અને પેરા લીશા દાસ હાર્યા હતા. આથી ભારતનું અભિયાન સમાપ્ત
થયું હતું.