• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

માધાપર, મોથાળા અને વિથોણમાં પત્તા ટીંચતા 3 મહિલા સહિત 11 ખેલી ઝડપાયા

ભુજ, તા.2 : આજે માધાપર, અબડાસાના મોથાળા અને નખત્રાણાના વિથોણમાં પત્તા ટીંચતા ત્રણ મહિલા સહિત 11 ખેલીને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આજે બપોરે માધાપરના જુનાવાસમાં ખેતરપાળ મંદિરવાળી ગલીમાં રહેતા વિપુલભારથી કૌશિકભારથી ગુંસાઇના મકાનના આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતા વિપુલભારથી ઉપરાંત કિરીટ ખીમાભાઇ ડાંગર, પ્રતાપપુરી પરસોત્તમપુરી ગુસાંઇ અને વિજયભારથી કૌશિકભારથી ગુસાઇ (રહે. તમામ માધાપર)ને રોકડા રૂા. 10,400ના મુદ્માલ સાથે માધાપર પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. અબડાસા તાલુકાના મોથાળામાં મોંગીબાઇ સુમાર કોલીના મકાનના આંગણામાં આજે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા મોંગીબાઇ ઉપરાંત કાજલ મુકેશ કોલી, મંજુલા ભાવેશ કોલી, હપુબાઇ અલી કોલી, નાનજી ઇભલા કોલી (રહે. તમામ મોથાળા)ને રોકડા રૂા. 1035ના મુદ્માલ સાથે નલિયા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત નખત્રાણાના વિથોણના મફતનગર બાજુના ડુંગર પર બાવળોની ઝાડીમાં આજે બપોરે ગંજીપાના વડે જુગાર રમતા અદ્રેમાન હુશૈન નોડે, ધનગર દામનગર ગોસ્વામી, પૃથ્વીસિંહ ઉર્ફે પથુભા હરભમજી જાડેજા (રહે. ત્રણે વિથોણ)ને રોકડા રૂા. 10,200ના મુદ્માલ સાથે નખત્રાણા પોલીસે ઝડપીને ગુનો દાખલ કર્યો હતો. 

Panchang

dd