ગાંધીધામ, તા. 2 : ભચાઉના શિકારપુરમાં યુ-ટયુબ
જોઇને બંદૂક બનાવવાનું શીખેલા શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 5000ની બંદૂક જપ્ત કરી હતી. પૂર્વ
કચ્છ એસ.ઓ.જી.ની એક ટીમ શિકારપુર બાજુ હતી દરમ્યાન ગામના બસસ્ટેન્ડ પાછળ ઊભેલા શખ્સ
પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમી મળી હતી. દરમ્યાન પોલીસ તાબડતોબ ત્યાં દોડી ગઇ હતી અને
અહીંથી મુકેશ રણછોડ કોળી નામના શખ્સને ઝડપી પાડયો હતો. તેની પાસે રહેલી શાલ તપાસ કરાતાં
તેમાંથી બંદૂક મળી આવી હતી. રૂા. 5000નું આ અગ્નિશત્ર પોલીસે જપ્ત કર્યું હતું. પકડાયેલા શખ્સની બંદૂક ક્યાંથી મેળવી તે અંગે પૂછપરછ કરાતાં
પોતે યુ-ટયુબમાં જોઇ બંદૂક બનાવવાનું શીખ્યો છે અને પાર્ટસ મેળવી પોતે બનાવી હોવાનું
બહાર આવ્યું હતું.