• બુધવાર, 29 જુલાઈ, 2026

ગાંધીધામમાં 20 લાખની માંગ કરી વેપારીને બદનામ કરવા અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 28 : શહેરના એક વેપારી પાસેથી રૂા. 20 લાખની માંગ કરી પોતાના પેપરમાં લખાણ લખી જાનથી મારી નાખવાની ધમકીના બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરના સેક્ટર-1માં રહેતા અશોક સગાલચંદ ચંદન (લોહાણા)એઁ ફરિયાદ નોંધાવી હતી. આ વૃદ્ધ ફરિયાદી બે મહિના પહેલાં ઘરે હતા ત્યારે જીતુ શંકર વજિરાણીએ તેમને વોટ્સએપ કોલ કરી મારા પિતાએ પ્લોટ વેચાણથી આપ્યો હતો તે આપી દે અથવા 20 લાખની માંગ કરી હતી. ફરિયાદીએ દસ્તાવેજ કરીને પ્લોટ વેચાણ આપેલ છે અને કોઈ વ્યવહાર બાકી ન હોવાનું કહેતાં તેમને જાનથી મારી નાખવાની ધમકી  આપી હતી. બાદમાં ધ ગુજરાત ટાઈમ્સ નામના ન્યૂઝ પેપરનાં તા. 11/7ના અંગ્રેજીમાં તથા 21/7 અને 24/7ના ગુજરાતીમાં લખાણ લખી ફરિયાદીને બદનામ કરવાના ઈરાદે ઓસ્લો સોસાયટી વોટ્સએપ ગ્રુપમાં તે નાખ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd