ભુજ, તા. 28 : માંડવીમાં માંડવી-ગઢશીશા માર્ગે
ગેરેજ પાસે પાર્ક કારમાંથી રૂા. 59,196નો શરાબનો
જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. જ્યારે કુકમા ત્રણ રસ્તા પાસે કારમાં સવાર મીસરીયાડોના
પિતા-પુત્રને 72 બીયરના ટીન સાથે પોલીસે ઝડપી
પાડયા હતા. ગઇકાલે રાત્રે માંડવી એલ.સી.બી. પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી
કે, માંડવી-ગઢશીશા રોડ પર નાયરા પંપ સામે આવેલી
ગેરેજની બાજુમાં પાર્ક કરેલી કારમાં શરાબનો જથ્થો વેચાણ અર્થે છૂકાવી રખાયો છે. આ બાતમીના
પગલે પંચોને સાથે રાખી ત્યાં ઊભેલી કીયા સોનેટ કાર નં. જી.જે. 12-એફ.એ. 5969ના દરવાજા ખોલતાં લોક હતા.
ગાડીના ટાયર આસપાસ છાનબીન કરતાં ત્યાં ચાવી મળી આવી હતી. ગાડીનો લોક ખોલી અંદર જોતાં
ડીકીમાં અલગ અલગ પ્રકારની શરાબની 24 બોટલ અને 336 બીયરના ટીન
મળી આવ્યા હતા. પાંચ લાખની કાર સહિત કુલ્લે રૂા. 5,59,196નો મુદ્દામાલ જપ્ત કરી માંડવી પોલી મથકે ગુનો દાખલ કરાવાયો હતો.
બીજીતરફ ગઇકાલે રાત્રે પદ્ધર પોલીસને બાતમી મળી હતી કે, વેગેનાર કાર નં. જી.જે. 12-એફ.એ. 5209વાળી ભચાઉ તરફથી દારૂ બીયરના
ટીન લઇને ભુજ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે કુકમા ત્રણ રસ્તા પાસે પોલીસે કારને
ઊભી રખાવી ડીકીની તલાસી લેતાં તેમાં બીયરના ટીન નંગ 72 કિં.રૂા. 15,840 મળી આવ્યા હતા. આમ, બિયર સહિત કાર કિં.રૂા. પાંચ લાખ અને ત્રણ મોબાઇલ
કિં.રૂા. 20 હજાર મુદ્દામાલ
સાથે ઉગાભાઇ મારવાડા અને તેના પુત્ર મુકેશ (રહે. બંને મીસરીયાડો, ખાવડા, તા. ભુજ)ઁને ઝડપી
કાયદેસરની કાર્યવાહી કરી હતી.