• બુધવાર, 29 જુલાઈ, 2026

નખત્રાણામાં હિન્દુ સ્મશાનગૃહમાં બે વર્ષથી તૈયાર થયેલી ગેસ સગડી શોભાનો ગાંઠિયો

નખત્રાણા, તા. 28 : અહીંના હિન્દુ સ્મશાનગૃહમાં છેલ્લા બે વર્ષથી તૈયાર થયેલી ગેસની સગડી માટેના બાટલા રાખવા રૂમ તથા ઇલેક્ટ્રિક પેનલ માટેનો રૂમ બન્યો ન હોવાનાં કારણે આ સગડી શોભાના ગાંઠિયા સમાન બની છે, તો આ સંકુલમાં બનેલા શેડમાં મૃતદેહને અગ્નિસંસ્કાર માટેની લોખંડની ઘોડી ન લગાવાતાં ખુલ્લામાં અગ્નિદાહ આપવો પડતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. આ શહેરમાં ચાર વર્ષના વહીવટદાર અને ચીફ ઓફિસરના વહીવટ હેઠળ કાર્યરત સૌ પ્રથમ નગરપાલિકાની યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થયા પછી શહેરના રસ્તા - પાણી, ગટરનાં વિકાસકામો વેગ પકડી રહ્યા છે, ત્યારે ત્રણ વર્ષ અગાઉ ધારાસભ્યના પ્રયત્નોથી રૂા. 35 લાખના ખર્ચે નિર્માણ પામેલા નગરના એકમાત્ર હિન્દુ સ્મશાનગૃહમાં ગેસ આધારત અંતિમ સંસ્કાર માટેની સગડી માટેના ગેસના બાટલા રાખવાનો રૂમ તથા ઇલેક્ટ્રિક પેનલ લગાવવા માટેના રૂમ બંધાયેલ ન હોવાનાં કારણે ધોળા હાથી જેમ પડતર ગેસ સગડી કાટ ખાય છે, જ્યારે બાજુમાં સરકારી ગ્રાન્ટથી નિર્માણ પામેલ મૃત્યુ પામેલ મનાવને અગ્નિસંસ્કાર આપવા માટેનો શેડ (છત)માં લોખંડની સગડી બેસાડવામાં આવી ન હોવાનાં કારણે અનિવાર્ય માનવ શબને ખુલ્લા મેદાનમાં અગ્નિદાહ આપવો પડે છે, તે મુશ્કેલભર્યું છે. વર્તમાન ચોમાસાંની મોસમમાં સંભવિત વરસાદ થાય તેવા સમયે અગ્નિ સંસ્કારની સમસ્યા સર્જાય છે, માટે નખત્રાણાના એકમાત્ર સ્મશાનગૃહમાં ગેસ સગડી કાર્યરત થાય તથા શેડ (છત)માં લોખંડની સગડી (ઘોડી) બેસાડવાની કામગીરી તુરંત પૂરી કરવામાં આવે એવી શહેરીજનોની માંગ છે. બીજી તરફ એસ.ટી. બસ સ્ટેશન પાસે છ-સાત માસ પૂર્વે નિર્માણ પામેલ લાયબ્રેરી (વાંચનાલય) કાર્યરત થાય તેવી જનતાની માંગ છે. 

Panchang

dd