• બુધવાર, 29 જુલાઈ, 2026

અ'વાદના વરસાદગ્રસ્તો માટે પેકેજ જાહેર

અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદનાં કારણે નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લાધારકો અને દુકાનદારોને થયેલાં આર્થિક નુકસાનને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લાધારકો અને દુકાનદારો માટે સુરતની જેમ જ આર્થિક પુન:વસન સહાય જાહેર કરવામાં આવી છે. આ પુન:વસન સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના માણસોના વેપાર-ધંધા પૂર્વવત થઇ શકે તે માટે લારી-રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધરાવતા દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે, જેમણે છેલ્લા ત્રિમાસિકનું ઋજઝ રિટર્ન ભર્યું હોય તેવા દુકાનધારકોને રૂા. એક લાખની ઉચ્ચક રોકડ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું ઋજઝ રિટર્ન ભર્યું હોય તેવા વેપારી-મોટી દુકાન અને પાકાં બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશાં તમામ વર્ગો પ્રત્યે સંવેદનશીલ રહી છે. નાના-મોટા વ્યાપારીઓ અને સ્વરોજગાર મેળવતા નાગરિકોના સુખ-દુ:ખમાં રાજ્યની સરકાર હંમેશાં ભાગીદાર બની છે. અમદાવાદ એ ગુજરાતનું આર્થિક હૃદય છે. ભારે વરસાદનાં કારણે વેપારીઓને થયેલાં નુકસાનમાંથી બહાર લાવવા અને તેમનો આત્મવિશ્વાસ પુન:સ્થાપિત કરી ધંધા-રોજગાર ધબધબતા કરવા એ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે. 

Panchang

dd