• શુક્રવાર, 26 જૂન, 2026

સમસ્ત જૈન સમાજ-માધાપર દ્વારા બોક્સ ટૂર્ના. યોજાઈ

ભુજ, તા. 25 : આજના આધુનિક અને વાસ્તવ યુગમાં રમતગમતનું સ્વરૂપ બદલાઈ ગયું છે, મોટા શહેરમાં દિવસની દોડધામથી બાદ રાત્રિના સમયે લોકો બોક્સ ક્રિકેટનો આનંદ માણતા હોય છે, ત્યારે આવું જ આયોજન સમસ્ત જૈન સમાજ-માધાપર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જેન્ટ્સની 16 ટીમ અને લેડીઝની ચાર ટીમ તથા બાળકોની ચાર ટીમ મળી 200 જેટલા લોકોએ ભાગ લીધો હતો પ્રારંભ સમસ્ત જૈન સમાજ- માધાપરના પ્રમુખ હિતેશ ખંડોર અને કરછ જિલ્લા ભાજપના મહામંત્રી સંજય મહેતા, સ્પોર્ટ કન્વીનર રોહિત મહેતા તથા સમાજના હોદ્દેદારો સહિતના અગ્રણીઓએ કરાવ્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે, જૈન સમાજ હંમેશાં મહાજન તરીકે સુખ-દુ:ખના સમયમાં લોકો સાથે રહ્યો છે.  કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી અને માધાપર જૈન સમાજના પ્રમુખ હિતેશ ખંડોરે જૈન સમાજની યુવા ટીમ દ્વારા થતાં કાર્યો બિરદાવી જણાવ્યું હતું કે, આવનારો સમય યુવાનોનો છે. મુખ્ય દાતા નાનાલાલ બેચરલાલ વોરા પરિવાર, સહયોગી દાતા શાહ પ્રાણલાલ હંસરાજભાઈ પરિવાર, દીપક ચા, ટ્રોફીના દાતા હિંમતલાલ માવજી ખંડોર, મેન ઓફ ધ મેચના દાતા સ્વરૂપચંદ માણેકચંદ ભાભેરા પરિવાર રહ્યા હતા. લેડીઝ મેચમાં વોરા વોરિયર્સ વિનર તથા કોરડિયા નાઈટ રાઈડર રનર્સપ થયા હતા, તો જેન્ટ્સની ફાઇનલ મેચમાં શગૂન સ્ટાર સુરેશ શાંતિલાલ મહેતા તથા વોરા વોરિયર નાનાલાલ બેચરભાઈ વોરા વચ્ચે રસાકસીભર્યો મુકાબલો યોજાયો હતો, જેમાં શગૂન મહેતા ટીમ વિજેતા થઈ હતી. મેન ઓફ ધ મેચ કેયૂર ગાંધી, જૈનમ ભાભેરા, ધ્રુવ શાહ સહિતની ટીમ ટૂર્નામેન્ટ દરમિયાન એક પણ મેચ હારી નહોતી, જ્યારે વોરા વોરિયર રનર્સ અપ રહી હતી. મેન ઓફ ધ સિરીઝ મહેશ દોશી, બેસ્ટ બોલર હર્ષ દોશી, બેસ્ટ બેસ્ટમેન નેવીલ મહેતા તથા હેટ્રિક બોલર ધ્રુવ શાહ, ચાર મેચમાં સંકેત મહેતા મેન ઓફ ધ મેચ ધ્રુવ ભાભેરા, સંયમ દોશી, જૈનમ સંઘવી વગેરેએ બેટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વર્ધમાનનગર સરપંચ રોનિત શાહ, વર્ધમાનનગર એસોસિયેશનના પ્રમુખ રાહુલ મહેતા, દાદુભા ચૌહાણ-પૂર્વ પ્રમુખ રાજપૂત ક્ષત્રિય સમાજ-માધાપર, કુલદીપાસિંહ ચૌહાણ-કારોબારી ચેરમેન ભુજ તાલુકા પંચાયત, જસપ્રીતાસિંહ પાજી, જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડના ચેરમેન જયંતી છાડવા, પૂર્વ ચેરમેન રમેશ મોરબિયા, વાઇસ ચેરમેન ભાવિન શાહ, જનરલ સેક્રેટરી મિતેશ અંબાવી વગેરેએ મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી. કોમેન્ટેટર અનિલ ડાભીએ માહોલ જમાવ્યો હતો, જેમાં ધર્મેશ લોડાયા, મેહુલ લોદરિયા એ સહયોગ આપ્યો હતો. એમ્પાયર તરીકે મીત ઠક્કર, પરાગ જોશી, મિહિર સોનીએ સેવા આપી હતી. વ્યવસ્થા સુરેશ મહેતાએ સંભાળી હતી કન્વીનર રોહિત મહેતા સાથે જૈનમ ભાભેરા, હિલ ખંડોર, જૈનમ સંઘવી, અક્ષય ભાભેરા, સ્પોર્ટ કમિટીની ટીમે અયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd