ભુજ, તા. 28 : શહેરના વોકળા ફળિયામાં રહેતી
28 વર્ષીય યુવા પરિણીતા મનીષાબેન
સંજય પરમારે આજે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી છે. આ અંગે એ-ડિવિઝન
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મનીષાબેને કોઈ અગમ્ય કારણોસર આજે બપોરે પોતાના ઘરે
ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે તેમના બહેન નીશાબેન ચાવડા (માનકૂવા) લઈ આવતાં
ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પાંચ વર્ષના લગ્ન દરમ્યાન એક બાળકને વિલાપ કરતાં
મનીષાબેન મૃત્યુ પામતાં આ બનાવથી અરેરાટી વ્યાપી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ
કરી તજવીજ આદરી છે.