અંજાર, તા. 28 : રાજાશાહી સમયથી જ રાજકીયક્ષેત્રે
આ ઐતિહાસિક અગ્રેસર રહ્યંy છે. અંજાર
નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન બાદ મતગણતરી પ્રક્રિયા હાથ ધરી હતી, જેના પરિણામો આજે જાહેર થયાં હતાં. છેલ્લાં
વર્ષોથી નગરપાલિકામાં શાસનની ધુરા સંભાળનાર
ભાજપે વધુ એક વખત 27 બેઠક અંકે કરીને શાસનનો દોર
જાળવી રાખ્યો છે. ગત ટર્મની સરખામણી વિપક્ષ કોંગ્રેસ ઉપર મતદારોએ વિશ્વાસ રાખી નવ બેઠક ઉપર જીત અપાવી હતી.
નગરપાલિકાની ચૂંટણી જાહેરાત થયા બાદ જ 36 બેઠકમાંથી એક સાથે ભાજપના
સાત ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. બાકીની 29 બેઠક માટે થયેલાં મતદાન બાદ આજે ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
પરિણામ જાહેર થતાં અનેક અપસેટ સર્જાયા હતા. ગત ટર્મમાં કોંગ્રેસને માત્ર એક બેઠક જ
મેળવી સંતોષ કરવો પડયો હતો. આ ચૂંટણીમાં વોર્ડ નં. ચાર અને આઠની કેંગ્રેસની આખી પેનલ
વિજેતા બની હતી, જ્યારે વોર્ડ નં. પાંચમાં
કોંગ્રેસના મહિલા ઉમેદવાર વિજેતા બન્યાં હતાં. ગત ટર્મની સરખામણીએ વિપક્ષ કોંગ્રેસની
સ્થિતિમાં સુધાર થયો હતો. વિપક્ષ મજબૂત સ્થિતિમાં આવ્યું છે. શહેરના દેવળિયા નાકા પાસે
આવેલી કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલમાં મતગણતરીના આરંભથી ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતે. મોટી સંખ્યામાં
ઉમેદવારોના ટેકેદારો કેન્દ્ર બહાર આવી પહોંચ્યા હતા. સમર્થકોએ પોતાના ઉમેદવારોને આવકારવા માટે તડકા વચ્ચે ઉત્સુકતા જાળવી
રાખી હતી. આ ચૂંટણીમાં સુધરાઈના અધ્યક્ષ રહી ચુકેલા ભાજપના લીલાવંતીબેન દિલીપભાઈ પ્રજાપતિ
વોર્ડ નં ચારમાં 700 મતથી પરાજિત
થયા હતા તેમજ વોર્ડ નં. આઠની બેઠકમાં લાઈટ
એન્ડ ગાર્ડન સમિતિના ચેરમેન વિનોદભાઈ કાનજીભાઈ
ચાવડા અને મહિલા ઉમેદવાર કંચનબેન હરસુખભાઈ બાંભણિયા પરાજિત થતાં ભાજપ માટે મોટો અપસેટ
સર્જાયો હતો. કેટલાક ઉમેદવારોને પોતાના વોર્ડમાં
ફેરફાર કરીને અન્ય જગ્યાએથી ભાજપે ચૂંટણી લડાવ્યા
હતા, જેને મતદારોએ સ્વીકાર્યા હતા. તો બીજી બાજુ પૂર્વ કારોબારી ચેરમેન દીપકભાઈ રૂપાભાઈ આહીરને ભાજપમાંથી ટિકિટ ન મળતાં
તેમણે કોંગ્રેસમાં ઉમેદવારી કરી જીત હાંસલ
કરી હતી તેમજ વોર્ડ નં. 5ાંચમાં ભાજપના
હર્ષાબેન કિરણભાઈ ગોહિલને પણ હારનો સામનો કરવો પડયો હતો. મોટા ભાગના વોર્ડમાં
જ્ઞાતિગત સમીકરણ અને અગંત સંબંધો કારણે ક્રોસ વોટિંગ થતાં હાર-જીતમાં
સામાન્ય સરસાઈ થઈ હતી તેમજ વોર્ડ નં.પાંચમાં
પુન: મતગણતરી હાથ ધરાઈ હતી. ભાજપે ગત સુધરાઈમાં નગરસેવક રહી ચુકેલા 11 જણની પુન:પસંદગી કરી હતી, જે પૈકી સાત ફરી વિજેતા બન્યા હતા અને ચાર જણ
હારી ગયા હતા. વોર્ડ નં. ચારના ઉમેદવાર અને
પાલિકાના પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા આ ચૂંટણીમાં સૌથી વધુ 2586 મત સાથે વિજેતા બન્યા હતા.
તેમની સાથે આખી પેનલ વિજેતા બની હતી. કેટલાક
વોર્ડમાં આપના ઉમેદાવારોએ દાવેદારી કરી હતી, પરંતુ આપને મતદારોએ નકારી કાઢી હતી. 27 બેઠકો સાથે સત્તા પ્રાપ્ત કરનારા ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, ચૂંટણી ઈન્ચાર્જ ડેનીભાઈ શાહ, સહઈન્ચાર્જ વસંતભાઈ કોડરાણી, કિશોરભાઈ ખટાઉ, અશ્વિનભાઈ પંડયાએ કહ્યંy હતું કે, શહેરમાં
થઈ રહેલા વિકાસકાર્યો અને લોકઉપયોગી માળખાકીય
સુવિધાઓને લઈને શહેરીજનોએ વધુ એક વખત વિકાસ
કાર્ય માટે જવાબદારી સોંપી છે. શિક્ષણના વ્યાપ માટે સુવિધા વધારવાની જાહેરાત કરાઈ હતી.
વર્ષો બાદ નવ બેઠક મેળવી મજબૂત થયેલા કોંગ્રેસના
શહેર પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા, અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ શહેરના નાગરિકોની સુખાકારી માટે કામ કરી પ્રજાની દરેક મુશ્કેલીમાં સાથ આપવાનું જણાવ્યું હતું. નોંધપાત્ર છે કે, સુધરાઈમાં ગત ટર્મમાં લોકોની મુશ્કેલી ન ઉકેલાતી હોવાની ફરિયાદ પ્રત્યેક મતદારોનાં મનમાં હતી. કથિત ભ્રષ્ટાચાર સહિતના વિવાદો સુધરાઈમાં વખતોવખત ચર્ચાનો વિષય બન્યા
હતા. સત્તાપક્ષ ભાજપનો કથિત આંતરિક વિવાદ અને જૂના અગ્રણી નેતાઓની ગેરહાજરી વિવિધ મુદ્દાના કારણે સત્તાપક્ષે બેઠકો ગુમાવી પડી હોવાનું
જાણકારોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગત
ટર્મમાં જૂના નેતાઓને મહત્ત્વની જવાબદારી ન મળતાં નારાજ થઈ પોતાના વિસ્તારમાં નિષ્કીય
બન્યા હતા, જેને લઈને પણ સત્તાપક્ષને માર પડી હતી, જેનો સીધો લાભ વિપક્ષને મળ્યો હોવાનુ પણ મનાઈ રહ્યંy છે. મતદારોએ આપેલાં પરિણામો ઉપર રાજકીય
પક્ષોના ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં કામો કરવાં
પડશે તેવો સ્પષ્ટ અંદેશો આ પરિણામે આપ્યો છે.