ભુજ, તા. 15 : મૂળ
ભુજનો હાલે અમદાવાદ નારાયણ ગુરુ કોલેજમાં અભ્યાસ કરતો ધ્રુવ સંદિપ ગોસ્વામીની તેઓની
કોલેજની ટીમ ગુજરાત યુનિવર્સિટીની સ્પર્ધામાં ચેમ્પીયન થઈ હતી, જેમાંથી ધ્રુવ ગોસ્વામી ગુજરાત યુનિવર્સિટીની ટીમમાં પસંદ થયો છે, તેણે ભુજમાં સ્પીડી ક્રિકેટ એકેડમીમાં મુકેશ ગોર પાસે તાલીમ મેળવી છે અને સૌરાષ્ટ્રની
અન્ડર-14ની ટીમમાં રમ્યો હતો અને સૌરાષ્ટ્રની
અન્ડર-16ની ટીમનો કેપ્ટન રહ્યો હતો, તો સૌરાષ્ટ્ર અન્ડર-19માં
પણ રમી ચૂક્યો છે. હાલે તે કચ્છ ડિસ્ટ્રીક્ટ ટીમ વતી અન્ડર-23માં કેપ્ટન તરીકે રમે છે. તેને કે.સી.એ.ના બહાદુરસિંહ
જાડેજા, અતુલ મહેતા, રાજેન્દ્રસિંહ જાડેજા,
પ્રવીણ હિરાણી, મહિપતસિંહ રાઠોડ, અશોક મહેતા, મહેશ પંડયા, ગિરીશ
ઝવેરી, નવલસિંહ જાડેજા, સભ્યોએ બિરદાવ્યો
હતો.