કોલકતા તા.1 : પ્લેયર ઓફ ધ મેચ સંજૂ સેમસનની અણનમ 97 રનની યાદગાર ઇનિંગની મદદથી
ભારતનો ટી-20 વર્લ્ડ કપન સેમિ ફાઇનલમાં શાનદાર
પ્રવેશ થયો છે. જયાં ભારતની ટકકર ગુરૂવારે ઇંગ્લેન્ડ સામે થશે. આજની સુપર-8 રાઉન્ડની વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ `ડૂ ઓર ડાઇ' મેચમાં રસાકસી બાદ ટીમ ઇન્ડિયાનો અંતિમ ઓવરમાં
પ વિકેટે વિજય થયો હતો. 19.2 ઓવરમાં ભારતે
પ વિકેટે 199 રન કરી પ શાનદાર જીત મેળવી
હતી. ભારત સામેની હારથી વિન્ડિઝ ટીમની વિશ્વ કપ સફર સમાપ્ત થઇ છે. સંજૂ સેમસન પ0 દડામાં 12 ચોક્કા અને 4 છક્કાથી અણનમ 97 રન કરી વન મેન આર્મી બની ટીમ ઈન્ડિયાની જીતનો નાયક બન્યો હતો.
આ સિવાય બુમરાહે 36 રનમાં 2 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝના 20 ઓવરમાં 4 વિકેટે 19પ રન થયા હતા. ભારતને આખરી ઓવરમાં 7 રનની જરૂર હતી. સંજૂ સેમસને પહેલા જ દડે
સિકસ અને બીજા દડે ફોર મારી ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો અને સેમિ ફાઇનલ સીટ બૂક કરી હતી. શિવમ દૂબે 4 દડામાં 2 ચોગ્ગાથી 8 રને નોટઆઉટ
રહ્યો હતો. વિન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડ અને શમાર જોસેફે 2-2 વિકેટ લીધી હતી. 196 રનના વિજય લક્ષ્યાંકનો પીછો
કરતા ભારતની શરૂઆત નબળી રહી હતી. અભિષેક શર્મા અને ઇશાન કિશન 10-10 રન કરી આઉટ થયા હતા. જો કે
સંજૂ સેમસને એક છોડો સાચવી રાખી ભારતની રન રફતાર બનાવી રાખી હતી. આથી પાવર પ્લેમાં
ભારતનો સ્કોર 2 વિકેટે પ3 રને પહોંચ્યો હતો અને ઇનિંગ સ્થિર બની હતી.
જો કે વેસ્ટ ઇન્ડિઝ આ પછી વાપસી કરવામાં સફળ રહ્યંy હતું. ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવ 16 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગાથી 18 રને આઉટ થયો
હતો. તેના અને સંજૂ વચ્ચે ત્રીજી વિકેટમાં 3પ દડામાં પ8 રનની મહત્વની ભાગીદારી થઇ હતી. સૂર્યકુમારના આઉટ થયા બાદ તિલક
વર્માએ 1પ દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 27 રનની ઝડપી
ઇનિંગ રમી હતી અને સંજૂ સેમસન સાથ મળીની ચોથી વિકેટમાં 26 દડામાં 42 રનની ભાગીદારી કરી વિન્ડિઝ
ટીમને ભીંસમાં લાવી દીધી હતી. આ દરમિયાન સેમસને તેની અર્ધસદી 26 દડામાં પૂરી કરી હતી. ભારતની
આખરી 12 દડામાં 17 રનની જરૂર હતી ત્યારે હાર્દિક
પંડયા 14 દડામાં 17 રને આઉટ થયો હતો. આથી મેચ રોમાંચક
બની તી. જો કે અંતમાં સેમસન ભારત માટે ફિનિશર બન્યો હતો અને પ વિકેટે વિજય અપાવ્યો
હતો. અગાઉ ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે
ઇડન ગાર્ડનની સપાટ પિચ પર ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. તેનો ફાયદો વેસ્ટ ઇન્ડિઝને
મળ્યો હતો. બુમરાહ સિવાયના ભારતીય બોલર્સની દીશાવિહીન બોલિંગ અને નબળી ફિલ્ડીંગનો લાભ
લઇને વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટે 19પ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. પાવર પ્લેની 6 ઓવરમાં વિના વિકેટે 4પ રન કરી ધીમી શરૂઆત કરનાર વિન્ડિઝ ટીમે
બાદમાં આક્રમક બેટિંગ કરી હતી. આખરી પ ઓવરમાં પોવેલ-હોલ્ડરની જોડીએ પાવર હિટિંગ કરી
70 રનનો બહુમુલ્ય ઉમેરો કરી ટીમ
ઈન્ડિયાને ભીંસમાં લાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગમાં 10 છગ્ગા અને 14 ચોગ્ગા લાગ્યા હતા. આથી 116 રન બાઉન્ડ્રીથી આવ્યા હતા.
જસપ્રિત બુમરાહે 36 રનમાં 2 વિકેટ લીધી હતી. અભિષેક શર્માએ બે કેચ પડતા
મુકયા હતા. ડેથ ઓવર્સમાં વિન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 22 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી અણનમ 37 રનની અને રોવમેન પોવેલે 19 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી અણનમ 34 રનની પાવરપેક ઇનિંગ રમી હતી.
આ કેરેબિયન જોડીએ ભારતની બોલિંગ-ફિલ્ડીંગ છિન્નભિન્ન કરીને પાંચમી વિકેટની અતૂટ ભાગીદારીમાં
3પ દડામાં 76 રનનો ઝડપી ઉમેરો કર્યો હતો.
આ પહેલા કપ્તાન શે હોપ અને રોસ્ટન ચેઝ વચ્ચે પહેલી વિકેટમાં પ3 દડામાં 68 રનની ભાગીદારી થઇ હતી. હોપ 33 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 32 અને ચેઝ 2પ દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી 40 રને આઉટ થયા હતા. ડેન્જર હેટમાયર
12 દડામાં 1 ચોગ્ગા-2 છગ્ગાથી 27 રને બુમરાહનો
શિકાર બન્યો હતો. બુમરાહે એક ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેણે ચેઝનો પણ શિકાર કર્યો
હતો. રૂધરફોર્ડ 14 રને આઉટ થયો
હતો. ભારત તરફથી બુમરાહની 2 વિકેટ ઉપરાંત
હાર્દિક અને વરૂણને 1-1 વિકેટ મળી
હતી.