• મંગળવાર, 03 માર્ચ, 2026

હુમલામાં ગંભીર હદે ઘાયલ ખોમેનીનાં પત્નીનુંય મોત

તેહરાન, તા. 2 : અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ગંભીર હદે ઘાયલ થયેલા ઇરાનના સુપ્રીમ લીડર ખોમેનીનાં પત્ની મંસુરેહ ખોઝસ્તેહ બઘેરજાદેહનું પણ સોમવારે મોત થયું હતું. ખોમેનીના શાસન દરમ્યાન તેમનાં પત્ની જાહેર જીવનથી લગાતાર દૂર રહ્યાં હતાં. તેમણે 1964માં મંસુરેહ સાથે શાદી કરી હતી. મંસુરેહના પિતા અયાતુલ્લા મોહમ્મદ બઘેર ખોઝસ્તેહ  મશહદના પ્રતિષ્ઠિત ધર્મગુરુ હતા. ભારે વર્ચસ્વ ધરાવતા સર્વોચ્ચ નેતાનાં પત્ની હોવા છતાં રાજકીય જીવનથી દૂર રહેલા મંસુરેહ એક સાદગીભર્યું જીવન જીવ્યા હતા.

Panchang

dd