• મંગળવાર, 03 માર્ચ, 2026

હાથ ઉછીના લીધેલા નાણા પરત આપ્યા પરંતુ આપેલા બધા ચેક પરત ન મળ્યા

ભુજ, તા. 2 : કારના હપ્તા ન ભરતા કાર ખેંચી લેવાઈના મન દુ:ખમાં જાણ બહાર રહેલા ફરિયાદીના ચેક બેન્કમાં બાઉન્સ કરાવી કોર્ટ કેસ કરીને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે ડ્રાઈવિંગનું કામ કરતા મૂળ ઢોરીના હમીર ભગુ ચાડ (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તે વર્ષ 2019ના મોબાઈલ સેલ્સમેન તરીકે સમકીત સતીષભાઈ દોશી (ભુજ) પાસે નોકરી કરતો હતો. ત્યારે પૈસાની જરૂરત હોતા તેમની પાસેથી ત્રણ લાખ હાથ ઉછીના લીધા હતા. જે પેટે ત્રણ ચેક આપ્યા હતા. જે ટુકડે-ટુકડે પરત આપી દીધા હતા. અને આપેલા ચેક પરત માગતા એક ચેક પરત આપ્યો હતો. બાકીના બે ચેક ગુમ થઈ ગયાનું જણાવ્યું હતું. 2025ના ફરિયાદીને એક નોટિસ આવી જેમાં શિવા માનન વરચંદ (રહે. માધાપર)એ ઉપરોક્ત બે ચેક પૈકીનો એક ચેકમાં રૂા. 10.80 લાખ ભરી બેન્કમાં નાખી બાઉન્સ કરાવી કેસ કર્યો હતો. આ શિવા ફરિયાદીનો મિત્ર થતો હોઈ જે-તે સમયે તેના પાસેથી એક ગાડી 6.50 લાખમાં વેચી આપી હતી. શિવાએ કહ્યું. આ પૈસાથી ડાઉનપેમેન્ટ ભરી તારા નામે ગાડી ખરીદી આપ. આથી ફરિયાદીએ કાકાઈ ભાઈના નામે વેન્યુ ગાડી લીધી હતી જેના અમુક હપ્તા પોતે ભર્યા હતા. અને બીજા હપ્તા શિવાએ ન ભરતા ફાયનાન્સ કંપનીવાળા ગાડી ખેંચી ગયા હતા. જેના મનદુ:ખમં શિવાએ આ ચેક પરત કરાવી કેસ કર્યો હોવાથી બન્ને વિરુદ્ધ વિશ્વાસઘાતી ફરિયાદ નોંધાવી છે.

Panchang

dd