લખનઉ તા. 1પ
: સાઉથ આફ્રિકા સામે બાકીની બે ટી-20 મેચમાંથી
ભારતીય ટીમનો સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ બહાર થઇ ગયો છે. તેને સ્વાસ્થ્યની સમસ્યા
છે. જો કે, હાલ તે લખનઉમાં ટીમ સાથે જ છે. અક્ષર પટેલના સ્થાને ભારતીય
ટીમમાં બંગાળના ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર શાહબાઝ અહમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે
ભારત તરફથી 3 વન-ડે અને બે ટી-20 મેચ રમી ચૂક્યો છે. જેમાં અનુક્રમે ત્રણ અને બે વિકેટ
છે. તે છેલ્લે ભારત તરફથી ઓક્ટોબર 2023માં
રમ્યો હતો. જે અફઘાનિસ્તાન સામેની એશિયન ગેમ્સની મેચ હતી. જસપ્રિત બુમરાહનું પણ બે મેચમાં રમવું શંકાસ્પદ છે. કારણ કે, તે અંગત કારણોસર પોતાના પરિવાર પાસે પરત ફર્યો છે. ભારત અને આફ્રિકા વચ્ચેના
પાંચ મેચની શ્રેણીની બાકીની બે મેચ બુધવારે લખનઉમાં અને શુક્રવારે અમદાવાદમાં રમાશે.