• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

જિલ્લા કક્ષાની ટી.ટી. સ્પર્ધામાં ભુજના ખેલાડીની જોડી વિજયી

ભુજ, તા. 6 : જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસની ખેલ મહાકુંભ સ્પર્ધા જે ગાંધીધામ મધ્યે કેડીટીટીએના સંકુલમાં યોજાઈ હતી. તેમાં ભુજના હિતેન સોની અને ઈકબાલ અંસારીની જોડીએ 40 પ્લસ એજ ગ્રુપમાં ગાંધીધામની મજબૂત જોડી એવી મનીષ હિંગોરાની-નરેશ બાંભણી અને રાજીવ સિંઘ / જય ચંચલાનીને અનુક્રમે સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં 3/1ના સેટ સ્કોરથી હાર આપી હતી અને ચેમ્પિયન થયા હતા. હવે હિતેશ અને ઈકબાલની જોડી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

Panchang

dd