• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સ્વિમિંગમાં સૂર્યા વરસાણી એકેડેમીનો વિદ્યાર્થી ચેમ્પિયન

ભુજ, તા. 6 : સૂર્યા વરસાણી એકેડેમીમાં ધો. 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાવન આર. ગઢવીએ કચ્છ જિલ્લા ખેલ મહાકુંભ સ્વિમિંગ (અન્ડર 11 ફ્રી સ્ટાઈલ) 100 મીટરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે તે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સાવન અગાઉ પણ જિલ્લા અન્ડર 11માં ચેમ્પિયન રહી ચૂક્યો છે. શાળાના ટ્રસ્ટી ધનજીભાઈ પટેલ, આર.આર. હીરાણી, જાદવજી પટેલ, આચાર્ય વિનિતા રાજપૂત, ખેલનિર્દેશક મુકેશકુમાર, સ્વિમિંગ કોચ પરનિત ચાલકે તેને બિરદાવ્યો હતો.

Panchang

dd