ગાંધીધામ, તા. 6 : રાજકોટ
ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ 2025-26માં ગાંધીધામના તેમજ ગ્લોબલ
ઈન્ડિયા ક્રિકેટ એકેડેમી, ધવન ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ સ્કૂલમાં અભ્યાસ કરતા ક્રિકેટર તુષાર રૂપેશ વિજ 1500 મીટર
દોડમાં પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યો છે.