• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

માધાપરમાં જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાઓ સંપન્ન

માધાપર (તા. ભુજ), તા. 6 : જિલ્લા રમતગમત અધિકારીની કચેરી-ભુજ દ્વારા જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા અંતર્ગત એમ.એસ.વી. હાઈસ્કૂલ માધાપરમાં અંડર 9, 11, 14, 17 તથા ઓપન વયજૂથ માટે રમતો યોજાઈ હતી. અંતિમ દિવસે અંડર 17 તથા ઓપન વયજૂથ બહેનોની સ્પર્ધાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં શાળા સમિતિના પ્રમુખ અરજણ ભુડિયા, જૂનાવાસ ગ્રામ પંચાયતના સરપંચ રમેશ આહીર, ગુર્જર ક્ષત્રિય સમાજરત્ન વિનોદ સોલંકી, વી.એમ. ચૌધરી, શાળાના આચાર્ય એમ.બી. ઝાલા હાજર રહ્યા હતા. ખેલાડીઓએ માર્ચપાસ્ટ કરી હતી. અરજણભાઈએ ખેલાડીઓને સખત મહેનત કરીને નામ રોશન કરવા હાકલ કરી હતી. વિનોદભાઈએ ખેલાડીઓને રાષ્ટ્ર માટે પોતાના યોગદાનની શીખ આપી હતી. નાસ્તાના વ્યવસ્થા શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ-મનોજ સોલંકી તથા વિનોદભાઈના પરિવાર તરફથી કરાઈ હતી. વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. રેફરી સચિન વાગડિયા, રસ્મિતા વિરડા, મેહુલ જોશી, ખેંગાર જોગી, હિતેશ સિહોરા, દર્શના સિંઘાણી હતા. એમ.એસ.વી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ યોગદાન આપ્યું હતું. સહકન્વીનર ડો. ડી.એલ. ડાકી તથા ડો. આર.ડી. ઝાલા હતા

Panchang

dd