નવી દિલ્હી, તા.8 : ટીમ ઇન્ડિયાના
મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પાસે ઇંગ્લેન્ડ વિરુદ્ધની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ દરમિયાન
ઇતિહાસ રચવાનો મોકો છે. દુનિયાના નંબર વન ટેસ્ટ બોલર બુમરાહના દેખાવ પર તમામની નજર
રહેશે. ઓસ્ટ્રેલિયામાં ઘાતક દેખાવ બાદ બુમરાહ હવે ઇંગ્લેન્ડમાં ત્રાટકવા તૈયાર છે.
જો કે તેના કાર્યભાર અને ફિટનેસ સમસ્યાને ધ્યાને રાખી બીસીસીઆઇએ તેને આ શ્રેણીમાં વધુમાં
વધુ ત્રણ ટેસ્ટ રમાડવાની યોજના બનાવી છે. આથી તેને કપ્તાન પદ પણ સોંપાયું નથી અને શુભમન
ગિલને આગેવાની સોંપી છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં બુમરાહ 13 વિકેટ લેવા સાથે ઇંગ્લેન્ડની
ધરતી પ0 વિકેટ લેનારો ભારતનો પહેલો બોલર બની જશે.
ભારત તરફથી ઇંગ્લેન્ડમાં સૌથી વધુ વિકેટ ઇશાંત શર્માના નામે છે. તેણે 14 ટેસ્ટમાં 48 વિકેટ લીધી હતી જ્યારે બુમરાહ
ઇંગ્લેન્ડની ધરતી પર 8 ટેસ્ટ મેચમાં
37 વિકેટ લઇ ચૂક્યો છે. બુમરાહ
ઇંગ્લેન્ડ વિરુદ્ધ કુલ 14 ટેસ્ટ મેચ
રમ્યો છે. જેમાં તેણે 60 વિકેટ લીધી
છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી દરમિયાન
સૌથી વધુ વિકેટનો રેકોર્ડ જેમ્સ એન્ડરસનના નામે છે. તેણે 22 ટેસ્ટ મેચમાં કુલ 10પ વિકેટ લીધી છે.