મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા.7 : નખત્રાણા
ખત્રી ક્રિકેટ ગ્રુપ દ્વારા બજરંગ ગ્રાઉન્ડ નખત્રાણા ખાતે અખિલ કચ્છ ખત્રી સમાજ ડે
ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છની 12 ટીમે ભાગ લીધો હતો. ફાઇનલમાં
ચકદે માંડવી સામે અનમોલ ભુજ ચેમ્પિયન
બની હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના દાતા અયુબ ખત્રી અને સફર ખત્રી (ભુજ), રનર્સ-અપ ટ્રોફીના દાતા ઉસ્માનભાઇ ખત્રી (ઉગેડી),
મેન ઓફ ધ સિરીઝના દાતા હાજી સફીભાઇ ખત્રી (અંજાર), અન્ય દાતા આરીફ ખત્રી (માહેરા બાંધી ભુજ), સાજીદભાઇ ખત્રી
(માંડવી), હારૂન રશીદ ખત્રી (મુંદરા), વસીમ
ખત્રી (ભુજ) રહ્યા હતા. કોમેન્ટ્રી અશરફ ખત્રી અને અયુબ ખત્રીએ કરી હતી. ખત્રી સમાજે
કારીગરીમાં વિશ્વમાં ડંકો વગાડયો છે તેમ રમત ક્ષેત્રે પણ યુવાનો આગળ આવે એવું અગ્રણીઓ
દ્વારા કહેવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકા ખત્રી સમાજના પ્રમુખ આર.કે. ખત્રી,
મહામંત્રી મામદ એસ. ખત્રી, કચ્છમિત્ર પત્રકાર ઉમર
એસ. ખત્રી, ફકીરમામદ ખત્રી, ખમીસાભાઇ ખત્રી
(ન.તા. ખત્રી યુ. મંડળ મહામંત્રી), શફીભાઇ ખત્રી, સાજીદભાઇ ખત્રી, નઝીભાઇ ખત્રી, ફરીદ અહેમદ ખત્રી, દાદાભાઇ ખત્રી, ઇશાક ખત્રીએ હાજરી આપી હતી. આયોજન નખત્રાણા ક્રિકેટ ખત્રી ગ્રુપના સભ્યો તસ્લીમ
ખત્રી, ઝેદ ખત્રી, તોસિફ ખત્રી,
સાહિલ ખત્રી, અફઝલ ખત્રી, સદામ ખત્રી,
અમન ખત્રી, રોનક ખત્રી, તાહીર
ખત્રી, ફેઝલ ખત્રી, ફૈયાજ ખત્રી,
રિયાજ ખત્રીએ પાર પાડયું હતું. મેન ઓફ ધ સિરીઝ સુલતાન ખત્રી (327 રન અને 4 વિકેટ),
બેસ્ટ બેટ્સમેન સાહીલ ખત્રી (કોન્સેપ અંજાર), બેસ્ટ
બોલર મોબીન સોનેજી (ફેન્સ ભુજ), ફાઇનલ મેન ઓફ ધ મેચ સાલે ખત્રી રહ્યા હતા, જ્યારે જુનૈદ
ખત્રી, મોબીન ખત્રીએ હેટ્રીક લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં સર્વોચ્ચ
સ્કોર સુલતાન ખત્રીએ (39 બોલમાં 141 રન, 18 છગ્ગા, છ છગ્ગા), મુખ્ય સહકાર
આપનારા અયુબભાઇ ખત્રીનું નખત્રાણા ખત્રી ક્રિકેટ ગ્રુપ દ્વારા વિશેષ સન્માન કરાયું
હતું. સંચાલન ઉમર ખત્રી, આભારવિધિ ખમીસાભાઇએ કરી હતી.