• સોમવાર, 09 જૂન, 2025

જોકોવિચને હરાવીને સિનર ફાઇનલમાં

પેરિસ, તા.7 : દુનિયાના નંબર વન ખેલાડી ઇટાલીના યાનિક સિનર ફ્રેંચ ઓપનની મેન્સ સિંગલ્સના ફાઇનલમાં પહોંચ્યો છે. સેમિ ફાઇનલમાં તેણે ખિતાબના પ્રબળ દાવેદાર ગણાતા સર્બિયાના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચને ત્રણ સીધા સેટમાં હાર આપી હતી. ફાઇનલમાં સિનરની ટક્કર કાર્લોસ અલ્કારેજ વિરુદ્ધ રવિવારે રાત્રે થશે. સિનર તેનો ચોથો અને અલ્કારેજ તેનો પાંચમો ગ્રાંડસ્લેમ ખિતાબ જીતવાની કોશિશ કરશે. મેચ બાદ દિગ્ગજ જોકોવિચે નિવૃત્તિનો સંકેત આપતાં કહ્યું હતું કે, અહીં આ મારી અંતિમ મેચ હોઈ શકે છે. દર્શકોનું સમર્થન અદ્ભુત હતું  યાનિક સિનરે પહેલીવાર ફ્રેંચ ઓપનના ફાઇનલમાં જગ્યા બનાવી છે. અહીં સુધી પહોંચવા માટે તેણે એક પણ સેટ ગુમાવ્યો નથી. સેમિ ફાઇનલમાં તેણે 24 વખતના ગ્રાંડસ્લેમ વિજેતા નોવાકા જોકોવિચ સામે 6-4, 7-પ અને 7-6થી શાનદાર જીત નોંધાવી હતી. અલ્કારેજે પહેલા સેમિ ફાઇનલમાં લોરેંસ મુસેટ્ટીને 4-6, 7-6, 6-0 અને 2-0થી હાર આપી હતી. ઇટાલીનો મુસેટ્ટી ચોથા સેટમાં 0-2થી પાછળ હતો ત્યારે ઇજાને લીધે મેચમાંથી હટી ગયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd