• સોમવાર, 09 જૂન, 2025

રાપરમાં બે યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો

ગાંધીધામ, તા. 8 : રાપરના બસ સ્ટેશન નજીક આજે સમી સાંજે અમુક શખ્સોએ  તીક્ષ્ણ હથિયારો વડે બે યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જાહેરમાં હુમલાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસ સૂત્રોએ  વિગતો આપતાં જણાવ્યું હતું કે, શાનગઢમાં રહેનાર મૂળ પેથાપરના રાહુલ અમરશી કોળી અને ફતેહગઢના દિનેશ કોળી નામના યુવાનો ઉપર આજે સાંજે હુમલો થયો હતો. અંજારમાં રહેનાર એક મહિલાને લઇને રાહુલ અગાઉ નાસી ગયો હતો, જે અંગે તે વારંવાર મેસેજ કરતો હતો, જેનું મનદુ:ખ રાખીને સામાવાળા શખ્સોએ આજે આ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. રાહુલ અને દિનેશ આજે રાપર હતા, ત્યારે અંજાર, સામખિયાળી વગેરે જગ્યાએથી અમુક શખ્સો રાપર આવ્યા હતા અને બસ સ્ટેશન પાસે બોલાચાલી-ઝઘડો થયો હતો. બાદમાં ભાવેશ હિરા કોળી અને અન્ય શખ્સોએ  તીક્ષ્ણ હથિયારો વડે હુમલો  કરતાં ફતેહગઢના દિનેશ કોળીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ યુવાનને પ્રથમ સામખિયાળી અને ત્યાંથી વધુ સારવાર અર્થે ગાંધીધામ લઇ જવાયો હોવાનું પી.આઇ.  જે.બી. બુખડિયાએ જણાવ્યું હતું તેમજ બનાવ અંગે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરાઇ હોવાનું ઉમેર્યું હતું. રાપરમાં જાહેરમાં થયેલી મારામારી, જીવલેણ હુમલાના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd