• ગુરુવાર, 01 મે, 2025

હટડીમાં યોજાયેલી હાલાજી કપ ક્રિકેટ સ્પર્ધામાં દિવ્યરાજ ઇલેવન-ભદ્રેશ્વર ચેમ્પિયન

મુંદરા, તા. 27  : મુંદરા તાલુકાના હટડી મધ્યે હટડી સ્પોર્ટસ ક્લબ દ્વારા રાજપૂત ક્ષત્રિય સમાજ હાલાજી કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં દિવ્યરાજ ઈલેવન (ભદ્રેશ્વર) ચેમ્પિયન થઇ હતી.  ફાઈનલ મેચમાં રનર્સ-અપ જય માતાજી ઈલેવને (લુણી)એ  8 ઓવરમાં 129 કર્યા હતા. જવાબમાં દિવ્યરાજ ઈલેવનના યુવરાજસિંહે 28 બોલમાં 100 રન કરીને ટીમને વિજયી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  મેન ઓધ ધ સિરીઝ રવિરાજસિંહ જાડેજા (લુણી)ને કનુભા જાડેજા (પાવડિયારા)ના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. બેસ્ટ બેટ્સમેન યુવરાજાસિંહ બહાદૂરસિંહ જાડેજા (ભદ્રેશ્વર)ને રઘુવીરસિંહ જાડેજા (લુણી)ના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. બેસ્ટ બોલર ધર્મેન્દ્રસિંહ જાડેજા (પાવડિયારા)ને વિજયસિંહ જોરૂભા જાડેજાના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. રનર્સ-અપ ટીમના કેપ્ટન યશપાલસિંહ રઘુવીરસિંહ જાડેજાને રાજદીપસિંહ જાડેજા (હટડી) જીતનારી ટીમના ઓનર વિજયસિંહ જોરૂભા જાડેજા અને ટીમના કેપ્ટન શૈલેન્દ્રસિંહ દિલુભા જાડેજા (ભદ્રેશ્વર)ને જયદીપસિંહ જાડેજાએ ટ્રોફી આપી હતી. ખેલાડીઓ માટે ભોજન વ્યવસ્થા હટડી સ્પોર્ટસ ક્લબે કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd