નવી દિલ્હી,
તા. 9 : ઈરાન
અને અમેરિકા-ઈઝરાયલનાં યુદ્ધનાં આજે 10મા
દિવસે પણ બન્ને તરફથી ઘાતકી મિસાઈલો અને ડ્રોનનાં ધાણીફૂટ હુમલા ચાલી રહ્યાં છે. આ
દરમિયાન ઈરાને અયાતુલ્લા ખામેનીનાં અનુગામી તરીકે તેમનાં જ પુત્ર મોઝ્તબા ખામેનીને
સુપ્રીમ લીડર નિયુક્ત કરી દીધાં છે. જો કે મોઝ્તબા ખામેનીની નિયુક્તિની ઘોષણા બાદ ઈઝરાયલે
એક ચોંકાવનારા દાવામાં કહ્યું હતું કે, તેનાં હુમલામાં મોઝ્તબા ખામેની પણ
ઘાયલ થઈ ગયા છે. ઈરાનનાં વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,
અમેરિકા અને ઈઝરાયલનાં આ હુમલા દેશનું વિભાજન કરીને ઓઈલનાં ભંડારોને
અવૈધ રીતે હડપ કરી જવાનાં ઈરાદેથી કરી રહ્યાં છે. બીજીબાજુ અમેરિકા તરફથી સત્તાવાર
રાહે પોતાનાં 8મા
સૈનિકનાં મૃત્યુની પુષ્ટિ આપવામાં આવી હતી. રવિવારની રાતે મોઝ્તબા ખામેનીને ઈરાનનાં
નવા સર્વોચ્ચ નેતા ઘોષિત કરવામાં આવ્યા હતાં. અયાતુલ્લા અલી ખામેની બાદ તેઓ ઈરાનનાં
ત્રીજા શીર્ષ નેતા છે. મોઝ્તબા ખામેનીને 88 મૌલવીની
પરિષદે નિર્ણાયક મતદાનથી ઈરાનનાં નવા સર્વોચ્ચ નેતા ચૂંટયા હતાં. અમેરિકા અને ઈઝરાયલે
નવા સુપ્રીમ લીડરની નિયુક્તિ થાય તો તેને પણ નિશાન બનાવવાની ધમકી આપેલી અને મોઝ્તબાનાં
નામની ઘોષણા બાદ ઈઝરાયલનાં મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈઝરાયલનાં હુમલામાં મોઝ્તબા પણ ઘાયલ થઈ ગયા છે. જો કે ઈરાનમાંથી હજી સુધી આ વિશે સમર્થન આવ્યું નથી. ઈરાનનાં સ્વાસ્થ્ય મંત્રાલયનાં પ્રવક્તા હુસૈન કરમાનપુરે
એક્સ ઉપર એક ટમાં જણાવ્યું હતું કે, ઈરાનમાં નાગરિકોને ભારેખમ
નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 1200થી
વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 10 હજારથી
વધુ લોકો ઘાયલ છે. મૃત્યુ પામેલા લોકોમાં 200 બાળક
અને 200 મહિલાઓ પણ
સામેલ છે. આ ઉપરાંત 1400 મહિલા
પણ ઘાયલ થયેલી છે. ઈરાને કરેલા હુમલામાં થયેલી ખુવારીનાં આંકડા તપાસવામાં આવે તો ઈઝરાયલમાં
13 મૃત્યુ અને 2 હજાર
ઘાયલ, જોર્ડનમાં 14 ઘાયલ, કુવૈતમાં 6 મૃત્યુ
અને ડઝનબંધ ઘાયલ, બહેરીનમાં 1 મૃત્યુ
અને 40 ઘાયલ, કતરમાં 16 ઘાયલ, સાઉદી અરેબિયામાં 2 મૃત્યુ
અને 12 ઈજાગ્રસ્ત, યુએઈમાં 4 મૃત્યુ
અને 112 ઘાયલ, ઓમાનમાં 1 મૃત્યુ
અને પ ઘાયલ થયા છે. બીજીબાજુ ઈઝરાયલનાં આક્રમણમાં લેબનોનમાં 394નાં મૃત્યુ અને 1 હજારથી
વધુ ઈજાગ્રસ્ત થયા છે. લેબનોનમાં પ0 હજારથી
વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનું જાણવા મળે છે. ઈઝરાયલ અને અમેરિકાનાં આક્રમણમાં ઈરાનની
સ્વાસ્થ્ય સુવિધાઓ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે. 2પ
હોસ્પિટલોમાં નુકસાન થયું છે અને તેમાંથી 9 સંદતર
બંધ થઈ ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(હુ) તરફથી પણ આ ઘાતક બની રહેલી જંગ ઉપર ચિંતા
પ્રગટ કરવામાં આવી છે.