• મંગળવાર, 10 માર્ચ, 2026

તોલાણી લો કેલેજના વિદ્યાર્થીઓને નવા મજૂર કાયદા અંગે અપાઈ સમજ

ગાંધીધામ, તા. 9 : અહીંની તોલાણી મોટવાણી ઇન્સ્ટિટયૂટ ઓફ લો દ્વારા કોલેજમાં કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે `નવા મજદૂર કાયદાઓની સમજણ અંગેના કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરાયું હતું. વક્તા તરીકે ઈફ્કોના ડેપ્યુટી જનરલ મેનેજર રાકેશ કે. ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતના નવા મજદૂર કાયદાઓ જેમકે વેજીસ એક્ટ 2019, ઇન્ડસ્ટ્રીયલ રિલેસન કોડ  2020, ઓક્યુપેસનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ 2020, કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી 2020 અંગે માહિતી આપવામાં આવી હતી, ડાયરેક્ટર મુરારી શર્માએ  પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.  સંચાલન કોલેજ લીગલ એડના કો-ઓર્ડિનેટર ડો. મનીષા જે. ગજ્જરે  કર્યું હતું. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રિન્સિપાલ ડો. શ્વેતા ડી. શર્મા તથા કોલેજના ડાયરેક્ટર મુરારી શર્મા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા કોલેજનો સ્ટાફ સહયોગી બન્યો હતો. આ આયોજન થકી  વિદ્યાર્થીઓને  કાનૂની મદદ તથા કાનૂની સાક્ષરતા માટે જરૂરી માર્ગદર્શન મળ્યું હતું.

Panchang

dd