બ્રિસબેન, તા. પ : ઓસ્ટ્રેલિયા સામેના પહેલી વન-ડે મેચમાં ભારતીય
મહિલા ટીમનો પ વિકેટે પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે 202 દડા બાકી રાખી સરળ
વિજય મેળવ્યો હતો. મેગન શૂટની કાતિલ બોલિંગ સામે ભારતીય મહિલા ટીમ 34.2 ઓવરમાં 100
રનમાં ડૂલ થઇ ગઇ હતી. બાદમાં ઓસ્ટ્રેલિયાએ 16.પ ઓવરમાં પ વિકેટે વિજય લક્ષ્યાંક આંબી
લીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ મેગન શૂટે 19 રનમાં પ વિકેટ લીધી હતી. ભારત તરફથી જેમિમાહ
રોડ્રિગ્સે 23 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. સ્ટાર સ્મૃતિ મંધાના 8, કપ્તાન હરમનપ્રિત
કૌર17, હરલીન દેઓલ 19, પ્રિયા પૂનિયા 3, ઋચા ઘોષ 14 અને દીપ્તિ શર્મા 1 રને આઉટ થયા
હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી જોર્જિયા વોલે ડેબ્યૂ મેચમાં 46 રનની શાનદાર ઇનિંગ રમી
હતી. ફીબી લિચફીલ્ડે 3પ રન કર્યાં હતા. ભારત તરફથી રેણુકાસિંહે 3 અને પ્રિયા મિશ્રાએ
2 વિકેટ લીધી હતી. 3 મેચની વન-ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ 1-0થી આગળ થઇ છે.