• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

દિવેલાના પાકમાં ડ્રોન શું મદદ કરે તેનું નિદર્શન

ભુજ, તા. 6 : પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે `િવકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે ભુજ તાલુકાના દહીંસરા ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્યએ તમામ નાગરિકોને યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરીને ગામ લોકોને સ્થળ ઉપર સરકારની યોજનાઓનો લાભ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચે જે પહેલા જ ગ્રામજનોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોએ કામગીરી કરી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પહોંચેલા રથનું ગ્રામજનો દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોન યોજના અંતર્ગત ગોપાલભાઈ મેપાણીની વાડીમાં મહાનુભાવો તથા ખેડૂતોની હાજરીમાં દિવેલાના પાકમાં ડ્રોનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ભુજ તાલુકા પ્રમુખ વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, આગેવાન ભીમજીભાઈ જોધાણી, ઈન્દુમતિબેન આશાણી, વિરમભાઈ રબારી, ચાંપશીભાઈ મહેશ્વરી, જ્યોતિબેન ઠક્કર, મામલતદાર બી.એન.શાહ, જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણાસિંહ વાઘેલા, ટીડીઓ વી.સી.પરમાર, વિસ્તરણ અધિકારી કે.કે.મજેઠીયા, તાલુકા હેલ્થ ઓફિસર કેશવ મૌર્ય સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Youtube Live

Budget 2024 LIVE

Panchang