નવી દિલ્હી, તા. ર3 : વર્ષ 2026માં
રાજ્યસભાની 7પ બેઠક પર ચૂંટણી યોજાવાની છે. સાથે પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્યસભાની લગભગ 75 બેઠકો
એપ્રિલ, જૂન
અને નવેમ્બરમાં ખાલી થશે. રાજ્યસભામાં એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનનાં સમીકરણો આ
ચૂંટણી પછી બદલાશે. આગામી સમયમાં બિહારમાંથી પાંચ રાજ્યસભા બેઠકો અને
ઉત્તરપ્રદેશમાંથી 10 બેઠક ખાલી થશે. મહારાષ્ટ્ર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ
બંગાળ, તામિલનાડુ અને અનેક પૂર્વોત્તર રાજ્યોમાંથી બેઠકો
ખાલી થશે. 2026માં
રાજ્યસભાની ચૂંટણીઓ મહત્ત્વની રહેશે. જે સંસદના ભાવિ કાયદાકીય કાર્યસૂચિ નક્કી
કરશે. 2026માં જેમનો કાર્યકાળ પૂર્ણ થાય છે તેમાં
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે,
પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા, દિગ્વિજયાસિંહ,
શરદ પવાર અને કેન્દ્રીય પ્રધાનો હરદીપાસિંહ પુરી, બીએલ વર્મા, રવનીતાસિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયનનો
સમાવેશ થાય છે. તેમાંથી કેટલા નેતાઓ ગૃહમાં પાછા ફરશે અને કેટલા નવા ચહેરાઓ દ્વારા
બદલવામાં આવશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. એપ્રિલથી જૂન દરમિયાન અને નવેમ્બરમાં ફરી બિહારમાંથી
પાંચ બેઠક ખાલી થશે. ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, શ્ચિમ બંગાળ અને તામિલનાડુના
સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાંથી પણ નવેમ્બરમાં બેઠકો ખાલી
થશે. મધ્યપ્રદેશ, આસામ, અરુણાચલપ્રદેશ, મેઘાલય,
મણિપુર, મિઝોરમ, ઉત્તરાખંડ,
હિમાચલપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ઘણી
બેઠકો ખાલી થશે. રાજ્યસભામાં એનડીએ પાસે 129 બેઠક છે અને વિરોધપક્ષોના ફક્ત 78 સાંસદ
છે. બિહારની પાંચેય બેઠકમાં ઉપેન્દ્ર કુશવાહા, આરજેડીના પ્રેમચંદ ગુપ્તા અને અમરેન્દ્ર
ધારી સિંહ, જેડીયુના હરિવંશ નારાયણ સિંહ અને કેન્દ્રીય
મંત્રી રામનાથ ઠાકુરનો કાર્યકાળ એપ્રિલમાં સમાપ્ત થાય છે.