• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

નખત્રાણાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારોએ વ્યથા ઠાલવી

નખત્રાણા, તા.23 : અહીંની પ્રાંત કચેરીએ મળેલી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારવા કાર્યક્રમમાં અરદારોએ વિવિધ પ્રશ્નોની ધારદાર રજૂદઆતો કરી ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ વ્યથા ઠાલવી હતી. સ્વાગત કાર્યક્રમની બેઠક પ્રાંત અધિકારી કચેરીમાં નાયબ કલેકટર ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં રસલિયા ગામે દાતા દ્વારા નિર્મિત મકાન તોડી પાડી કાટમાળના નાણાની થયેલી ઉચાપત, ઉગેડી ગામે વ્યક્તિગત માલીકીની જમીનમાં ગેરકાયદે બનાવાયેલી આંગણવાડી તોડી પાડી જમીનનો કબજો મૂળ માલિકને આપવામાં થતો વિલંબ, હાથલારીઓ ધંધાર્થીઓ દ્વારા કરાતા દબાણો દુર કરવા, વડવા (કાંયા) ગામની જમીન બોજામુક્તીની નોંધમાં થતો વિલંબ, જીયાપરમાં ખેતીવાડીના પાણીનું થતું ગેરકાયદે વેંચાણ, નિરોણા ગામે ખાનગી કંપની સાથે થયેલા કરાર રદ કરવા સહિતના પ્રશ્નોની ધારદાર રજૂઆતો કરી હતી. આ બેઠકમાં મામલતદાનર રાકેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર, નગરપાલિકા ચિફ ઓફિસર ભાવિન કંધાણી, માર્ગ અને મકાન (પંચાયત) સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd