બેંગ્લુરુ, તા. 23 : વિરાટ
કોહલીના ચાહકોને બેંગ્લુરુમાં વિજય હઝારે ટ્રોફીની મેચ એમ. ચિન્નાસ્વામી
સ્ટેડિયમમાં જોવા મળશે નહીં. સુરક્ષાના કારણોસર કર્ણાટક ક્રિકેટ એસોસિએશનને વિજય
હઝારે ટ્રોફીના તમામ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી ખસેડી બીસીસીઆઇના સેન્ટર ફોર
એક્સિલેન્સ (સીઓઇ) ખાતે આયોજિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મેચમાં બુધવારે
રમાનારી દિલ્હી અને આંધ્ર વચ્ચેની મેચ પણ સામેલ છે. જેમાં સ્ટાર વિરાટ કોહલી
દિલ્હી તરફથી રમવાનો છે. તે વિજય હઝારે ટ્રોફીમાં 1પ વર્ષ પછી રમવાનો છે. કોહલી
સાથે દિલ્હી તરફથી રિષભ પંત પણ રમતો જોવા મળશે. તે દિલ્હી ટીમનો કપ્તાન છે.
કર્ણાટક ક્રિકેટ એસો.ને આ નિર્દેશ આજે સવારે કર્ણાટક રાજ્યનાં ગૃહ મંત્રાલય તરફથી
મળ્યા છે. દિલ્હી અને આંધ્રપ્રદેશ ટીમને પણ આ જાણકારી અભ્યાસ સત્ર દરમિયાન આપી
દેવામાં આવી હતી. તેમનો અભ્યાસ સીઓઇ ખાતે જ ચાલી રહ્યો હતો. આ મેદાન ખાતે અગાઉ બંધ
દરવાજામાં દુલિપ ટ્રોફી, મહિલા વિશ્વ કપના વોર્મઅપ મેચ અને ભારત એ અને આફ્રિકા એ ટીમ વચ્ચેના મેચ
રમાઇ ચૂકયા છે. આઇપીએલમાં આરસીબી ટીમ ચેમ્પિયન થયા પછીની વિકટ્રી પરેડ દરમિયાન
ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભાગદોડ થઈ હતી. જે દરમિયાન 11 લોકોનાં
મૃત્યુ થયાં હતા અને સેંકડોને ઇજા થઈ હતી. એ પછીથી આ સ્ટેડિયમમાં મેચ રમવાની બંધ
છે.