• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

વૈદિક મંત્રોચ્ચાર મૌખિક કરવા, ધર્મમય જીવન બનાવવા શીખ

ભુજ, તા. 23 : માધાપર રોડ પર નારાયણવાડી ખાતે બ્રાહ્મણ જીવનના જનોઇ ઉપનયન સંસ્કારનો કાર્યક્રમ સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના કેતનભાઇ ગોર દ્વારા કરાયો હતો. આ પ્રસંગે આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ ભગવદ્ ગીતા ભેટ આપી જીવન હંમેશાં ધર્મમય બનાવવા શીખ આપી હતી. દરરોજ ગાયત્રી વંદના-પૂજાપાઠ કરવાનો સંકલ્પ લેવાયો હતો. યજ્ઞોપવીત સંસ્કારવિધિના પ્રારંભ સાથે મંડપરોપણ, ગ્રહશાંતિ, હવન, મંત્રોચ્ચાર તેજસભાઇ બાપટના આચાર્યપદે યોજાયા હતા. યજ્ઞોપવીતધારકોને દરરોજ પૂજા કરવા, માતા-પિતા-વડીલોનો આદર કરવા, વૈદિક મંત્રોચ્ચાર કરવા સંકલ્પ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં જેવીન પારિતોષ ગોર, વંશ મહેશભાઇ ભટ્ટ, શ્રવન વિપુલ દવે, વૈભવ રમેશ જોષી, રૂચિત વિપુલ જેઠી, ચેતન નટવરલાલ જોષીએ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા હતા. પ્રમુખ અજિતભાઇ આર્ય, મહેશભાઇ વ્યાસ, વિજયભાઇ ગોર, અરવિંદભાઇ ગોર, ઇશ્વરભાઇ ગામોટ, કાંતિભાઇ ગોર ઉપસ્થિત રહ્યા હતા. જગદીશભાઇ જોષી, અશોકભાઇ જોષી, આનંદ ભટ્ટ, આશિષભાઇ જોષી (ગાંધીધામ), અવિનાશભાઇ જોષી (ભચાઉ), વિશાલભાઇ શાત્રીએ શુભેચ્છા પાઠવી હતી. પરેશભાઇ જોષી, ધીરેન ગોર ઉપસ્થિત રહ્યા હતા. ભુજ-માધાપર સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખના શ્રી ઓઝા, ધવલ ભટ્ટ, હિતેશ ભટ્ટ, ધર્મેશભાઇ, સચિનભાઇ, ભવ્ય વિ. સહયોગી રહ્યા હતા.

Panchang

dd