વિશાખાપટ્ટનમ તા. 23 : ભારતીય
મહિલા ટીમની ઝડપી અને સ્પિન બોલિંગના શાનદાર દેખાવથી બીજા ટી-20 મેચમાં
શ્રીલંકા ટીમ 9 વિકેટે 128 રનનો સામાન્ય સ્કોર જ કરી શકી
હતી. ભારતીય મહિલા ટીમ તરફથી સ્પિનર વૈષ્ણવી શર્મા અને શ્રી ચારણીને 2-2 વિકેટ
મળી હતી. વૈષ્ણવીએ તેની કેરિયરના બીજા મેચમાં વિકેટનું ખાતું ખોલાવ્યું હતું. આ
સિવાય ક્રાંતિ ગૌડ અને સ્નેહ રાણાને 1-1 વિકેટ પ્રાપ્ત થઇ હતી.
શ્રીલંકાની ત્રણ ખેલાડી રનઆઉટ થઇ હતી. ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે ટોસ જીતી
બોલિંગ પસંદ કરી હતી. શ્રીલંકા મહિલા ટીમના એક સમયે બે વિકેટે 82 રન થયા
હતા. આ પછી લંકન ટીમનો અચાનક ધબડકો થયો હતો અને વધુ 46 રનમાં 7 વિકેટ
ગુમાવી હતી. આથી 20 ઓવરમાં 9 વિકેટે 128 રને
અટકી ગઇ હતી. જેમાં કપ્તાન ચમારી અટાપટુના 31 રન, હસિની પરેરાના 22 અને
હર્ષિતા સમારાવિક્રમાના 33 રન મુખ્ય હતા. અગાઉ ભારતીય મહિલા
ટીમની ઝડપી અને સ્પિન બોલિંગના શાનદાર દેખાવથી બીજી ટી-20 મેચમાં
શ્રીલંકા ટીમ 9 વિકેટે 128 રનનો સામાન્ય સ્કોર જ કરી શકી
હતી. ભારતીય ટીમ તરફથી સ્પિનર વૈષ્ણવી શર્મા અને શ્રી ચારણીને 2-2 વિકેટ
મળી હતી. વૈષ્ણવીએ તેની કેરિયરના બીજા મેચમાં વિકેટનું ખાતું ખોલાવ્યું હતું. આ
સિવાય ક્રાંતિ ગૌડ અને સ્નેહ રાણાને 1-1 વિકેટ પ્રાપ્ત થઇ હતી.
શ્રીલંકાની ત્રણ ખેલાડી રનઆઉટ થઇ હતી. ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે ટોસ જીતી
બોલિંગ પસંદ કરી હતી. શ્રીલંકા મહિલા ટીમના એક સમયે બે વિકેટે 82 રન થયા
હતા. આ પછી લંકન ટીમનો અચાનક ધબડકો થયો હતો અને વધુ 46 રનમાં 7 વિકેટ
ગુમાવી હતી. આથી 20 ઓવરમાં 9 વિકેટે 128 રને
અટકી ગઇ હતી. જેમાં કપ્તાન ચમારી અટાપટુના 31 રન, હસિની પરેરાના 22 અને
હર્ષિતા સમારાવિક્રમાના 33 રન મુખ્ય હતા.