• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

એક ઓવરમાં પાંચ વિકેટ...

નવી દિલ્હી, તા. 23 : ઇન્ડોનેશિયાના 28 વર્ષીય ઝડપી બોલર ગીડ પ્રિયાંદનાએ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં એક ઓવરમાં પાંચ વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો છે. તે આવું કરનારો દુનિયાનો પહેલો બોલર (મહિલા કે પુરુષ) બન્યો છે. ગીડ પ્રિયાંદનાએ આ રેકોર્ડ મંગળવારે કંબોડિયા વિરુદ્ધના ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં બનાવ્યો હતો. ઇન્ડોનેશિયાએ 167 રન કર્યા હતા. આ પછી કંબોડિયા ટીમ 1પ ઓવરમાં પ વિકેટે 106 રન કરી સંઘર્ષ કરી રહી હતી. ત્યારે પ્રિયાંદનાએ તેની પહેલી ઓવરમાં શરૂના ત્રણ દડામાં ત્રણ વિકેટ ઝડપી હેટ્રિક રચી હતી. આ પછી એક ડોટ બોલ ફેંક્યો હતો. બાદમાં એક વિકેટ લીધી હતી. પછીનો દડો વાઈડ ફેંક્યો હતો અને આખરી બોલ પર ફરી વિકેટ લીધી હતી અને મેચ સમાપ્ત કર્યો હતો. આ ઓવરમાં ફક્ત 1 રન જ થયો હતો અને પ વિકેટ મળી હતી. આથી ઇન્ડોનેશિયા સામે કંબોડિયા ટીમનો 60 રને પરાજય થયો હતો. અગાઉ ટી-20 ક્રિકેટમાં એક મેચમાં અલ અમીન હુસેને એક ઓવરમાં પ વિકેટ લીધી હતી જ્યારે મુશ્તાક અલી ટ્રોફીમાં 2019-20માં સેમિ ફાઇનલમાં કર્ણાટકના અભિમન્યૂ મિથૂને એક ઓવરમાં હરિયાણાના પ ખેલાડીને આઉટ કર્યા હતા. જો કે આ બન્ને મેચ ઈન્ટરનેશલન લેવલની ન હતી. ઇન્ટરનેશનલ ટી-20 મેચમાં શ્રીલંકાનો બોલર મલિંગા 2019માં ન્યુઝીલેન્ડ સામે સતત ચાર દડામાં ચાર વિકેટ લઇ ચૂક્યો છે.

Panchang

dd