• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

નલિયા 9.8 : પ્રથમવાર ઠંડી એકલ આંકમાં

ભુજ, તા. 6 : કચ્છમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં નોંધનીય ઘટાડા સાથે પવનની વધેલી ઝડપ સાથે ઠંડીનો ઉલ્લેખનીય ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે વર્તમાન શિયાળામાં પ્રથમવાર કચ્છી કાશ્મીર એવા નલિયામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ઊતરી 9.8 ડિગ્રીના એઁકલ આંકમાં પહોંચતાં નખશિખ ગરમ કપડાં પહેરવાં પડે તેવો ઠંડીનો ચમકારો નલિયા સહિત કચ્છના અન્ય વિસ્તારોમાં પણ અનુભવાયો હતો. હવામાન વિભાગે સાત દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર થાય તેવી સંભાવનાને નકારી છે. કંડલા એરપોર્ટ 13.8 ડિગ્રીએ રાજ્યનું બીજું, તો ભુજ 1પ ડિગ્રીએ રાજ્યનું ચોથા નંબરનું ઠંડું મથક બન્યું હતું. તાપમાનમાં ઉતાર- ચડાવ વચ્ચે કચ્છ સહિત રાજ્યમાં અન્ય કેટલાંક સ્થળોએ ઝાકળવર્ષા સાથે ધુમ્મસનો માહોલ છવાય તેવી શકયતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યકત કરવામાં આવી છે. નલિયામાં લઘુતમ તાપમાન ગગડીને 9.8 ડિગ્રીએ પહોંચતાં માનવીની સાથે પશુધનની હાલત પણ કફોડી જોવા મળી રહી છે. ખાસ કરીને મોડી રાતથી લઈ વહેલી સવાર સુધીના ગાળામાં ઠંડીનો થોડો  તીવ્ર ગણી શકાય તેવો ચમકારો અનુભવાયા બાદ દિવસે તડકાના લીધે થોડી રાહત અનુભવાય છે. ગામડામાં તો વધેલી ઠંડીના પગલે ગામડામાં ઠેરઠેર તાપણા કરી ઠંડીની ચમક સામે રક્ષણ મેળવવાના પ્રયાસ થતા જોવા મળી રહ્યા છે. જિલ્લા મથક ભુજ, અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારની વાત કરીએ તો લઘુતમ પારો થોડો ઊંચો રહેવા છતાં પવનની પાંખે ટાઢોડાનો અનુભવ થાય છે. ખાસ કરીને વહેલી શાળાએ જતા બાળકો, કામ અર્થે નીકળેલા લોકો, શ્રમજીવીઓ ગરમ કપડાંમાં સજ્જ દેખાયા હતા, તો કેટલાક લોકો શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક તાજગી મેળવવાના પ્રયાસો કરતા જોવા મળ્યા હતા. 

Youtube Live

Budget 2024 LIVE

Panchang